ચાઈનીઝ દોરીને કારણે એક જ દિવસમાં થયા આટલા લોકોના મોત!! મકરસંક્રાંતિનો પર્વ ફેરવાયો માતમમાં


  • Published By :
  • Published Date : 2023-01-15 10:09:27

ઉત્તરાયણ દરમિયાન વપરાતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે. 14મી જાન્યુઆરીના રોજ એટલે કે ઉત્તરાયણના દિવસે ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજા પહોંચી છે જ્યારે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. એક જ દિવસમાં 3 લોકોના મોત પતંગની દોરીને કારણે થયા છે.  

સોસાયટીના ચેરમેનોનો માથાનો દુઃખાવો વધ્યો, આ રીતે ધાબા પર પતંગ ચગાવવા માટે  કરી રહ્યાં છે પ્લાનિંગ | uttarayan festival public kite notification  gujarat government


ગળા કપાઈ જવાને કારણે થાય છે મોત 

મકરસંક્રાંતિનો પર્વ લોકો ધામધૂમથી અને ઉત્સાહ સાથે મનાવતા હોય છે. પતંગ ચગાવી આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. પતંગ ચગાવવા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે. પરંતુ  આ દોરીને કારણે લોકોના જીવન પર સંકટ રહેતું હોય છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે જેને કારણે ગંભીર અકસ્માત પણ સર્જાતો હોય છે. અનેક લોકોના મોત પણ થતા હોય છે.


અનેક પરિવારે ખોયા પરિવારના સભ્યો 

ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે અનેક અકસ્માત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. પતંગની દોરીને કારણે એક જ દિવસમાં ત્રણ પરિવારે પોતાના પરિવારના સભ્યોને ખોયા છે. 


ત્રણ લોકોના થયા દોરીને કારણે મોત 

વડોદરામાં પતંગની દોરીને કારણે એક યુવકનો જીવ ગયો. ગળામાં દોરી આવી જતા અકસ્માત સર્જાયો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું. બીજી ઘટનામાં 4 વર્ષીય બાળક ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો હતો. મહેસાણાના વિસનગરના કડા દરવાજા નજીક આ ઘટના બની હતી. ચાઈનીઝ દોરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી અને જે બાદ તે માસુમ બાળક મોતને ભેટ્યો હતો. જ્યારે ત્રીજી ઘટનામાં 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ગળામાં દોરી આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. આ સિવાય પણ અનેક ગંભીર અકસ્માત સર્જાયા છે. 108ની ટીમને પણ હજારોની સંખ્યામાં ઈમરજન્સી ફોન આવ્યા હતા. પક્ષીઓને પણ આને કારણે ઈજાઓ પહોંચી છે અને મોત પણ થયા છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે