રાજ્યની આટલી શાળાઓનું આવ્યું 0 ટકા પરિણામ! જાણો ક્યાં કેટલી શાળાઓનું આવ્યું ઓછું પરિણામ?


  • Published By :
  • Published Date : 2023-05-25 11:13:20

આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. 64.62 ટકા પરિણામ આવ્યું છે. એક તરફ સારા શિક્ષણની વાત કરીએ છે પરંતુ આજે જે પરિણામ આવ્યું છે તેમાં અનેક એવી શાળાઓ છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ 2022માં 121 જેટલી શાળાઓ હતી જેનું પરિણામ 0 ટકા નોંધાયું હતું પરંતુ આ વર્ષે 157 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. ગયા વર્ષની સરખામણીમાં 36 શાળાઓનો વધારો થયો છે. 


કેટલી શાળાઓનું પરિણામ 0 ટકા નોંધાયું?

સુરત જિલ્લામાં સૌથી વધારે પરિણામ નોંધાયું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. જો મહાનગરોની વાત કરીએ તો રાજકોટની 13 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. જૂનાગઢની  9 શાળાઓ, અમદાવાદ શહેરની 8 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. સુરતની 6 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. જામનગરના શાળાઓની વાત કરીએ તો 5 શાળાનું પરિણામ શૂન્ય આવ્યું છે. ગાંધીનગરની ચાર, ભાવનગરની ચાર જ્યારે વડોદરાની એક શાળા એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે.      


   

જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. દાહોદની 22 શાળાઓ, રાજકોટની 13 શાળાઓ, જૂનાગઢની 9 શાળાઓ, અમદાવાદ શહેરની 8 શાળાઓ, કચ્છની 8 શાળાઓ, ગીર સોમનાથની 7 શાળાઓનું પરિણામ 0 ટકા નોંધાયું છે. 6 શાળા પંચમહાલની, સુરતની 6 શાળાઓ, આણંદની 5 શાળાઓ, બનાસકાંઠાની પાંચ શાળાઓ, જામનગરની 5 શાળાઓ, મહિસાગરની 5 શાળાઓ, સાબરકાંઠાની 5 શાળાઓ, વલસાડની 5 શાળાઓ, અમરેલીની 4 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. તે સિવાય ભાવનગરની ચાર શાળા, ગાંધીનગરની 4 શાળા, ખેડાની 4 શાળા, મહેસાણાની 4 શાળા, અમદાવાદ રુરલની 3 શાળા, ભરૂચની 3, બોટાદની 3 શાળાનો સમાવેશ પણ આ જ શ્રેણીમાં થાય છે.



જો પાટણની વાત કરવામાં આવે તો 3 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે, સુરેન્દ્રનગરની 3, મોરબીની 2, નવસારીની 2, પોરબંદરની 2 જ્યારે તાપીની 2 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. અરવલ્લીની 1 શાળા, ડાંગની 1 શાળા, દેવભૂમિ દ્વારકાની 1 શાળા, વડોદરાની 1 શાળા, દાદરાનગર હવેલીની એક શાળા એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ મોખરે છે. 2022ની સરખામણીમાં શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં વધારો થયો છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે