ત્રણ વર્ષમાં આટલી મહિલાઓ થઈ ગુમ! રાજ્યસભામાં સરકારે રજૂ કર્યા આંકડા, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-07-31 11:22:18

રાજ્યસભામાં રજૂ કરવામાં આવતા અનેક આંકડાઓ આપણને ચોંકાવી દે તેવા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેટલી મહિલાઓ તેમજ છોકરીઓ ગુમ થઈ છે. આ આંકડો સાંભળીને અનેક લોકોની આંખો પહોળી થઈ જશે કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં 13 લાખથી વધુ મહિલાઓ તેમજ છોકરીઓ ગુમ થઈ છે. 2019થી 2021 દરમિયાન 18 વર્ષથી ઉપરની 10,61,648 જેટલી મહિલાઓ- છોકરીઓ લાપતા થઈ છે જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરની 2,51,430 છોકરીઓ દેશભરમાંથી ગુમ થઈ છે. 


વર્ષ 2019થી 2021 દરમિયાન આટલી મહિલાઓ થઈ લાપતા  

એક તરફ મહિલાઓની સુરક્ષાની વાતો આપણે કરતા હોઈએ છીએ. પરંતુ દેશભરમાં બાળકો ગુમ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં બાળકો ગુમ થયા હોવાની ફરિયાદો નોંધાવામાં આવી છે. રાજ્યસભામાં આ મામલે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને તે આંકડો ચોંકાવનારો છે. સરકારી આંકડાઓ અનુસાર ૨૦૧૯ થી ૨૦૨૧ની વચ્ચે મધ્ય પ્રદેશમાંથી ૧,૬૦,૧૮૦ મહિલાઓ અને ૩૮,૨૩૪ છોકરીઓ લાપતા થઇ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ છોકરીઓ આ સમયગાળા દરમિયાન લાપતા થઇ છે. જો અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ છોકરીઓ લાપતા થઇ હતી. ઓડિશામાં ૭૦,૨૨૨ મહિલાઓ અને ૧૬,૬૪૯ છોકરીઓ ગુમ થઈ હતી. છત્તીસગઢમાં ૪૯,૧૧૬ મહિલાઓ અને ૧૦,૮૧૭ છોકરીઓ લાપતા થઈ છે તેવો આંકડો સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવ્યો છે. 


બાળતસ્કરી અંગેની આ રહી માહિતી 

દેશમાં મહિલાઓની તેમજ બાળકોની સુરક્ષા અંગે અનેક કાયદાઓ લાવવામાં આવ્યા છે. પરંતુ અનેક બાળકો ગુમ થયા છે અને સરકારી ચોપડે તેમના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે બાળ તસ્કરીના ગુન્હાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બાળતસ્કરી અંગેની વાત કરીએ વર્ષ 2016થી 2022ની વચ્ચે બાળકોની તસ્કરી બિહાર, ઉત્તર પ્રદેશ તેમજ આંધ્ર પ્રદેશ ટોચ પર આવે છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.