Ahmedabadની સોલારીસ બિઝનેસ હબમાં સોલિડ વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કચરો દેખાતા આ બ્રાન્ડેડ દુકાનોને કરાઈ સીલ!


  • Published By :
  • Published Date : 2023-11-21 15:11:35

આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુ વાસ કરે છે. શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. અલગ અલગ જગ્યાઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે કે સ્વચ્છતા છે કે નહીં તેનું મોનીટરિંગ કરવામાં આવતું હોય છે. અમદાવાદમાં અનેક એવી દુકાનો, બિલ્ડીંગો છે જ્યાં સ્વચ્છતા નથી હોતી તેને સીલ કરવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સોલારીસ બિઝનેસ હબમાં આવેલી અનેક દુકાનોને સ્વચ્છતા ન હોવાને કારણે સીલ કરી છે. પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે.  

સોલારીસ બિઝનેસ હબમાં સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધર્યું ચેકિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે જગ્યા પર ગંદકી  દેખાય તે જગ્યા પર તો તે એકમને સીલ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર આ ચેકિંગ હાથ ધરવામાં આવે છે, હજી સુધી અનેક દુકાનોને સીલ પણ કરવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નારણપુરા સબ જોનલ ઓફિસ પશ્ચિમ ઝોન દ્વારા સોલારીસ બિઝનેસ હબ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે જ્યારે વિઝીટ કરી ત્યારે કચરો મોટા પ્રમાણમાં દેખાયો હતો. જે બાદ સરકારના જાહેરનામા પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેરનામાને ભંગ કરવા બદલ જીપીએમસી એક્ટ 1992 તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 નો ભંગ કરવા બાબત સોલારીસ બિઝનેસ હબ સોલારોડ ખાતે ચાર થી પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે.


કઈ દુકાનોને કરાઈ સીલ?

જે દુકાનોને સીલ કરવામાં આવી છે તે કપાડની બ્રાન્ડેડ દુકાનો છે. Westside showroom , Zudio Shop, Style Up જેવી દુકાનોને સીલ કરવામાં આવી છે. આ દુકાનોને દંડ પણ ફટકારાયો છે ઉપરાંત નોટીસ પણ લગાવવામાં આવી છે. કચરાનો તાત્કાલિક નિકાલ થાય તે માટે બિઝનેસ હબના ચેરમેમને પણ નોટીસ આપવામાં આવી છે. રસ્તા પર કચરાનો ઠગલો પડ્યો હતો તેને ત્વરીત હટાવવામાં આવે અને આ બેદરકારી દાખવવામાં ન આવે તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી. જો આગળથી સ્વચ્છતા નહીં જળવાય તો વધુ કડક પગલા લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.


બ્રાન્ડેડ દુકાનોની બહાર પણ હોય છે કચરાના ઢગલા 

મહત્વનું છે કે સામાન્ય રીતે આપણે માનતા હોઈ છીએ કે મોટી દુકાન છે તો ત્યાં સફાઈ સારી રહેતી હશે. પોશ વિસ્તારમાં દુકાન છે તો દુકાન સારી હશે તેવી વાતો આપણે વિચારતા હોઈએ છીએ પરંતુ એ વાત સત્ય નથી હોતી. મોટી અને બ્રાન્ડેડ દુકાનોની બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે. મોટી મોટી દુકાનો બહાર પણ કચરાના ઢગલા જોવા મળતા હોય છે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે