અમદાવાદના અતિ ભયાનક હિટ એન્ડ રનમાં 9 લોકોને મારનાર નબીરો ગેંગરેપના આરોપી પ્રજ્ઞેશ પટેલનો દિકરો તથ્ય પટેલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-20 08:15:16

રાત્રે એક વાગ્યે રસ્તા પર ટોળું ઊભું હતુ અને મોત 160કિમીની ઝડપે આવ્યું...

સમય થયો હશે રાત્રીના એકનો, આ શહેર છે અને એટલે જ રાત્રે પણ ધમધમતું હોય એ સ્વાભાવિક છે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થારનો અકસ્માત થયો. ડમ્પર વાળો તો નીકળી ગયો પણ થાર ત્યાં જ હતી, રાત્રે નીકળતા લોકો અકસ્માત જોવા માટે ત્યાં ઉભા રહ્યા. પોલીસના કર્મચારીઓ જેમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ પણ ત્યાં હાજર રહીને સ્ટેટમેન્ટ નોંધી રહ્યા હતા ત્યાં જ અમદાવાદના ગોતા વિસ્તારના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલના યુવાન દિકરા તથ્ય પટેલની જેગુઆર આવે છે. જેગુઆર જેવી કાર હોય, અંદર બે મિત્રો બેઠેલા હોય જેમાં એક યુવક અને એક યુવતી હતા અને પપ્પા પર પહેલેથી જ જમીનોની સોદાબાજીથી લઈ ગેંગરેપની ફરીયાદ હોય તો દિકરાને તો "અપુન ઈ ચ ભગવાન હૈ" જેવી લાગણી આવે એ સ્વાભાવિક હતી, એ પોતાની કાર બેફામ ચલાવે એ પણ સ્વાભાવિક છે, એ લોકો અને કાયદાને કિડી-મંકોડાની જેમ કચડી શકાય છે એવું સમજતો હોય તો એ પણ સ્વાભાવિક છે, પણ જે સ્વાભાવિક નથી એ છે 9-9 લોકોનું ટક્કરના કારણે કેટલાય ફુટ સુધી ઉછળીને ફંગોળાઈ જવું. એ લોકો જ્યારે ફંગોળાયા ત્યારે એ ક્ષણના પોણા ભાગની વાત હતી, પણ હવામાં ઉછળ્યો એ રાજ્યનો કાયદો હતો, નીચે પટકાયું એ સામાન્ય માણસનું જીવન હતું, 6 લોકોના તો તરત જ ઘટનાસ્થળ પર મૃત્યું થયા. બાકીના ત્રણ લોકોના થોડા જ સમયમાં મૃત્યું થયા.



એક હોમગાર્ડ જવાન, એક કોન્સ્ટેબલ અને બાકી લોકો ભયાનક રીતે હવામાં ફંગોળાયા

આરોપી તથ્ય પટેલને લોકોએ ગાડીમાંથી ઉતારીને માર્યો, જેગુઆરમાં જે છોકરી બેઠી હતી એ કોણ હતી, ક્યાં જતી રહી કોઈને ખબર નથી, તથ્ય પ્રજ્ઞેશ પટેલે ત્યાં સુધીમાં ઓળખીતાનો સંપર્ક કરી લીધો હતો. વર્ષો પહેલા જેમ વિસ્મય શાહને બચાવવા એક ગાડી આવી અને એ નીકળી ગયો એમ તથ્યને પણ બચાવીને કોઈક સિમ્સ હોસ્પિટલ લઈ ગયું. એને ત્યાં દાખલ કરાયો છે. સિમ્સમાં એક પોલીસ કર્મચારી પણ દાખલ છે. કુલ 9 લોકોના મૃત્યું થયા એમાંથી એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડનો જવાન છે. બે ઈજાગ્રસ્તોને અસારવામાં તો એકને અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે.


પ્રજ્ઞેશ પટેલ ઓળખ જ કુખ્યાત તરીકે. જમીનના સોદાના વહિવટોમાં ઉછળતું નામ.

તથ્ય પાસે જેગુઆર છે, પપ્પા પાસે રૂપિયા છે, પપ્પા પાસે ક્રિમિનલ રેકોર્ડ છે, ભૂતકાળના અનેક કેસમાં એમણે અનેક લોકોના મોંઢા બંધ કરેલા છે અને એટલે જ સરળ થઈ જાય છે એ લગભગ 22-25 વર્ષની આજુબાજુના છોકરા માટે એવું સમજવું કે પોતાના મજા અને થ્રિલ માટે તમે કંઈ પણ કરી શકો છો. આ લોકો જો એટલા જ સક્ષમ હોય તો પોતાના અલગ રસ્તા કેમ નથી બનાવી લેતા. શું કામ એ રસ્તાઓ પર 160કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવે છે જ્યાં રાજ્યના સામાન્ય માણસો પણ જતા હોય, સામાન્ય માણસનું કોઈ પરિવારજન જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતુ હોય તો પણ એમના વાહનની સ્પીડ મોટાભાગના કિસ્સાઓમાં હદથી બહાર નથી જતી, કેમ કે એેને ખબર છે કે એ કશું પણ ખરીદી શકવા સક્ષમ નથી.


આવી ઘટનાઓ આપણને ચેતવણી આપે છે કે જીવનની કિંમત કરવાનું બંધ કરો બાકી...

આવી ઘટનાઓ આપણને વારંવાર ચેતવે છે કે ઈમાનથી લઈ જીવનની કિંમત કરવાનું બંધ કરો, બાકી આવા અનેક લોકો તમારા જીવની કિંમત કરી નાખવા માટે બેઠા જ છે. આવા હિટ એન્ડ રન ક્યારેય કોઈની ભુલ નથી હોતા. અમદાવાદ જેવા શહેરમાં ધમધમતાં એસ.જી.હાઈવે પર રાત્રે 1 વાગ્યે તમારી ગાડી 160કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે એનો મતલબ જ એ થાય છે કે કોઈકનું મરવું નક્કી થઈ ગયું છે. એ ગાડી ચલાવવા વાળાને પણ ખબર હોય છે, પણ સમૃદ્દીના નશામાં રત એને કશું સમજાતું નથી અને કદાચ સમજાય તો પણ કંઈ બચ્યું નથી હોતું.






ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે