રાજકોટમાં સોની પરિવારે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ, દેવામાં ડૂબી જવાથી 8 સભ્યોએ લીધો જીવન ટૂંકાવવાનો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2024-09-21 17:10:54

આપઘાત કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે.. અનેક કિસ્સાઓમાં આખો પરિવાર આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે.. આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં પરિવારના 8થી 9 જેટલા સભ્યોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો છે. મળતી માહિતી અનુસાર શહેરના ગુંદવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આપઘાત કરવાનું પગલું ભર્યું છે.. શરબતમાં ઝેરી દવા ઉમેરી પરિવારજનોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. વેપારમાં કરોડોનું નુકસાન થયું હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે.. 


8 વ્યક્તિઓએ સામુહિક રીતે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ

વેપાર સારો ચાલતો હોય અને અચાનક તમે દેવાદાર બની જાવ તો શું હાલત થાય? વેપારી કરોડોનું તમારૂં પેમેન્ટ ના કરે અને તમારી પાસે બીજો કોઈ રસ્તો ના હોય તો શું કરશો? મોટા ભાગના લોકો આપઘાત કરવાનું પગલું ભરે.. ત્યારે રાજકોટથી હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે.. દેવામાં ડૂબેલા પરિવારે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો... એક કે બે વ્યક્તિઓએ નહીં પરંતુ 8થી 9 સભ્યોએ... સામૂહિક આપઘાતથી રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે..


આપઘાત પાછળ આ કારણ હોઈ શકે છે જવાબદાર

આ અંગે મળતી માહિતી અનુસાર આ સોની પરિવાર સોનાના દાગીના બનાવાનું કામ કરે છે.. મુંબઈના વેપારીઓએ તેમને ઓર્ડર આપ્યો, ઓર્ડર પ્રમાણે દાગીના બનાવી પણ આપ્યા પરંતુ અનેક મહિનાઓ વીતિ ગયા છતાંય વેપારીઓને ત્યાંથી અંદાજીત પોણા ત્રણ કરોડનું પેમેન્ટ ના આવ્યું.. ઉપરાંત લોન પણ લીધી હતી જેને કારણે બેંકવાળા પણ આ પરિવારને હેરાન કરતા હતા..  જેને કારણે પરિવારે જીવવા કરતા આપઘાત કરવાનું પસંદ કર્યું... 



કોણે કોણે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ?

જે લોકોએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો તે સભ્યોના નામ - લલિત આડેસરા (ઉંમર 72), મીનાબેન આડેસરા (ઉંમર - 64) , ચેતનભાઈ આડેસરા (ઉંમર 45), દિવ્યાબેન આડેસરા  (ઉંમર 43), જય આડેસરા  (ઉંમર 21), વિશાલ લલિતભાઈ આડેસરા  (ઉંમર 43), સંગીતા આડેસરા (ઉંમર 41) તેમજ 15 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દીધા છે અને તેમની સારવાર ચાલી રહી છે.. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.