Sonia Gandhiએ રાજ્યસભા માટે ભર્યું ઉમેદવારી ફોર્મ, Congressએ રાજ્યસભા માટે બીજા ઉમેદવારોના નામ કર્યા ડિકરેલ...


  • Published By :
  • Published Date : 2024-02-14 12:49:32

રાજ્યસભા માટે કોંગ્રેસે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સોનિયા ગાંધી રાજ્યસભા માટે આજે નામાંકન કરી રહ્યા છે. સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુરથી ઉમેદવારી ભરવાના છે. નામાંકન માટે સોનિયા ગાંધી સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે.  સોનિયા ગાંધી સહિત ચાર બીજા ઉમેદવારોના નામની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશશી અભિષેક મનુ સંઘી તેમજ મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હંડોરના નામની જાહેરાત કરવામાં આવી છે.   


આ નામનોની કરાઈ જાહેરાત!

રાજ્યસભા ચૂંટણી માટે એક તરફ ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનવા માટે સોનિયા ગાંધીએ ઉમેદવારોના ફોર્મ ભર્યું છે. જયપુરથી સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકન ફોર્મ ભર્યું છે. બિહાર કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદસિંહને પણ પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. બિહારથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. તો હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીના નામની જાહેરાત કરવામાં આવી છે. તો મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હોંડારવોના નામની જાહેરાત કરવામાં આવી છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે