રાજસ્થાનમાં ધારાસભ્યોના રાજીનામાંથી સોનિયા ગાંધીની વધી ચિંતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 11:45:48

રાજસ્થાનની રાજનીતિમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેંસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા ઉતાવળા થઈ રહ્યા છે. પરંતુ એક પદ એક વ્યક્તિના નિયમને કારણે અશોક ગેહલોતે પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડશે. ત્યારે અશોક ગેહલોત બાદ રાજસ્થાનની કમાન કોને સોંપવી તેને લઈ અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથ વચ્ચે જંગ જામી છે. કોંગ્રેસની હાઈ કમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવા વિચારણા કરી રહી છે ત્યારે અશોક ગેહલોતના સમર્થકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનની સરકાર કોને સોંપવી તે અંગે વિચારણા કરવા અશોક ગેહલોતના નિવાસ સ્થાને બેઠક મળી હતી. પરંતુ તે પહેલા જ અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. 

Rajasthan Chief Minister Ashok Gehlot to run for Congress President:  Sources -


પાયલોટના મુખ્યમંત્રી બનાવવાની વિચારણાથી ધારાસભ્યો નારાજ  

આ બેઠકમાં મલિક્કાર્જુન ખડગે તેમજ અજય મકાન પણ ઉપસ્થિત હતા. પરંતુ બેઠક શરૂ થાય તે પહેલા જ ધારાસભ્યોના રાજીનામાં પડતા કોંગ્રેસનું હાઈ કમાન્ડ સક્રિય થયું છે. રાજીનામાને કારણે સોનિયા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં પરિસ્થિતિને શાંત કરવા કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને અને અજય માકનને નિર્દેશ આપ્યો છે. ધારાસભ્યો સાથે વાત કરી આ મામલાનો ઉકલો લાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તેઓ વાત માનવા તૈયાર નથી. ધારાસભ્યોનું કહેવું છે કે  જેમણે ભાજપ સાથે મળીને રાજસ્થાનમાં સત્તા ગબડાવવાનું ષડયંત્ર કર્યું હતું, ત્યારે હવે હાઈકમાન્ડ તેમને સત્તા સોંપવા માંગે છે. અમારી પાસેથી કોઈ સલાહ, માર્ગદર્શન લેવામાં નથી આવ્યું. 


With Gehlot in Congress chief post race, Rajasthan minister says Sachin  Pilot will be next CM - India News


હાઈકમાન્ડ સાથે વાતચીત થયા બાદ લેવાશે નિર્ણય 

મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન રાજસ્થાનની પરિસ્થિતિનું નિરિક્ષણ કરી દિલ્હી જઈ હાઈ કમાન્ડને રજૂઆત કરશે. હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે બંને ચાલતા વિવાદને શાંત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. નારાજ થયેલા ધારાસભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી આ મુદ્દે સર્વસંમતિ નહીં બને ત્યાં સુધી કોઈ ધારાસભ્ય બેઠકમાં ભાગ લેશે નહી. ત્યારે આ વિવાદનો ઉકેલ કોંગ્રેસ હાઈકમાન્ડ શું લાવે છે તે આવનારા સમયમાં ખબર પડી જશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી