Breaking: UPમાં સપા-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ફાઈનલ, આજે સાંજે સીટોની વહેંચણીની થશે જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-02-21 14:47:12

ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધનને લઈને મોટા સમાચાર આવ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. બંને પાર્ટીઓ આજે સાંજ સુધીમાં સીટ શેયરિંગની જાહેરાત કરી શકે છે. આ બાબતને અખિલેશ યાદવે પણ કંમ્ફર્મ કરી છે, તેમણે કહ્યું કે બંને પાર્ટીઓ વચ્ચે કોઈ વિવાદ નથી. ટૂંક સમયમાં જ તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે. અંત ભલા તો સબ ભલા. તેમણે વધુમાં કહ્યું  કે સમાજવાદી પાર્ટીના પ્રયાસ રહેશે કે લોકોને સાથે જોડવામાં આવે. સમય આવતા તેમને જવાબદારી સોંપવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં સીટોની વહેંચણી અંગેની જાહેરાત થઈ શકે છે.   


સપાએ કરી છે 17 લોકસભા સીટોની ઓફર 


રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે સમાજવાદી પાર્ટી કોંગ્રેસને માત્ર 17 લોકસભા સીટોની ઓફર કરી છે. જો કે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં 20 સીટો પર ઉમેદવારો ઉતારવા માંગે છે. હાલમાં કોંગ્રેસ પાસે યુપીમાં રાયબરેલીની એકમાત્ર લોકસભા બેઠક છે.


કોંગ્રેસે સપા માંગી આ 20 સીટ 


કોંગ્રેસ દ્વારા UPની 20 લોકસભા સીટોની યાદી સપાને આપવામાં આવી હતી. સપાએ અમેઠી, રાયબરેલી, વારાણસી, અમરોહા, બાગપત, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, ફતેહપુર સીકરી, હાથરસ, ઝાંસી, બારાબંકી, કાનપુર, સીતાપુર, કૈસરગંજ અને મહારાજગંજ સીટો ઓફર કરી હતી. પરંતુ, પશ્ચિમ યુપીની 3 બેઠકો પર પેચ ફસાયા છે. આ અંગે બંને પક્ષો વચ્ચે મતભેદ ચાલુ રહ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે