મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી લથડી, મેદાંતાના ICU વોર્ડમાં દાખલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:21:07

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના 82 વર્ષીય નેતા મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી એકવાર લથડી છે. મુલાયમ સિંહ યાદવને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને ડોક્ટરો તેમની તબિયત પર સતત નજર રાખી રહ્યા છે. 


અખિલેશ યાદવ  દિલ્હી જવા રવાના


મુલાયમ સિંહના પુત્ર અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પિતાની નદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ તાત્કાલિક લખનઉથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મુલાયમ સિંહ યાદવ અવારનાવર સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓનો સામનો કરતા રહે છે. આ પહેલા પણ મુલાયમ સિંહ યાદવને પેશાબની નશમાં સંક્રમણ બાદ લખનઉ સ્થિત મેદાંતા હોસ્પિયલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઘણા દિવસો સુધી તેમની સારવાર ચાલી હતી.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.