લો બોલો કોંગ્રેસના નેતા ભૂલ્યા ભાન! અતીકની કબર પર નેતાએ રાખ્યો રાષ્ટ્રધ્વજ અને ભારત રત્નની કરી માગ કરતો વીડિયો થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-04-20 17:24:24

થોડા સમય પહેલા અતીક અહેમદની હત્યા કરી દેવામાં આવી હતી. માફિયાની હત્યા બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એ વાયરલ વીડિયોમાં કોંગ્રેસના નેતા અને પ્રયાગરાજના કાઉન્સિલર ઉમેદવાર રજ્જૂ ભૈયા ઉર્ફે રાજકુમારે અતીક અહેમદને ભારત રત્ન આપવામાં આવે તેવી માગ કરી છે. તે સિવાય વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રાજકુમાર અતીક અને અશરફની કબર પર તિરંગો બીછાવી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર વીડિયો વાયરલ થયા બાદ રાજકુમારની અટકાયત કરી લેવામાં આવી હતી.અને મળતી માહિતી અનુસાર પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

          

અતીકની કબર પર નેતાએ તિરંગો ચઢાવ્યો!

કડક પોલીસ સુરક્ષા વચ્ચે ઉત્તરપ્રદેશના માફિયા ગણતા અતીક અહેમદની હત્યા કરવામાં આવી હતી. અતીકની હત્યા થઈ તેના થોડા દિવસ પહેલા તેના પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અતીકની હત્યા બાદ તેની લાશને કબરમાં દફનાવવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેતા અતીક અહેમદને ભારત રત્ન આપવો જોઈએ તેવી રજૂઆત કરી રહ્યા છે. તે ઉપરાંત અતીકની કબર પર નેતાએ તિરંગો પણ રાખ્યો હતો.    

     

અતીક અહેમદ માટે ભારત રત્નની કરી માગ!

અતીક અહેમદની હત્યા થઈ તે બાદ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે અતીક અહેમદનું યોગી સરકારે મર્ડર કર્યું છે. અતીક અહેમદ સાંસદ હતા. તેમને રાજકીય સન્માન સાથે દફનાવવા જોઈએ. જે બાદ તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કબરની સામે ઉભા છે અને અતીકને ભારત રત્નની માગ કરી છે. જેમાંથી એક પર તિરંગો બીછાવીને અતીક અહેમદના નારા પણ લગાવ્યા હતા. જે નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કોંગ્રેસ પાર્ટીના જૂના નેતા હતા.  


વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના નેતા વિરૂદ્ધ થઈ કાર્યવાહી!

પ્રયાગરાજની શહેર કોંગ્રેસ કમિટીએ પોતાના લેટર હેડ પર કોંગ્રેસ નેતાને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસે વોર્ડ નંબર 43થી કાઉન્સિલરના ઉમેદવાર રાજકુમાર સિંહ રજ્જુને કાઢી મૂક્યા છે. આ અંગેની માહિતી આપતા શહેર કોંગ્રસ કમિટીના અધ્યક્ષ પ્રદિપ મિશ્રાએ જણાવ્યું કે માફિયા અતીક અહેમદને લઈને આપવામાં આવેલા નિવદેનને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કરવા બદલ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.