આજથી સંસદમાં થયો વિશેષ સત્રનો પ્રારંભ, PM Modiએ પોતાના સંબોધનમાં આ મુદ્દાઓ અંગે કરી વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 12:39:20

સંસદમાં આજથી વિશેષ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાંચ દિવસ ચાલનારા આ સત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ત્યારે સત્રના પહેલા દિવસે પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે અનેક મુદ્દાઓ વિશે વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે જી-20ની વાત કરી હતી.  તે સિવાય ભારતની શક્તિ વિશે પણ તેમણે વાત કરી હતી. 

  

જૂના સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને યાદ કરી! 

જૂના સંસદમાં આજે વિશેષ સત્રનો પ્રારંભ થયો છે. આજે આ સંસદમાં સત્રમાં મળનારું અંતિમ સત્ર છે. આવતી કાલથી નવા સંસદમાં સત્ર યોજાશે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જૂના સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને વાગોળી હતી. સંસદ ભવન અનેક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આ વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે આગળ વધવાની આ તક છે. પ્રેરણાદાયક વસ્તુઓને યાદ કરવાનો સમય છે. સંસદમાં પાડેલો પરસેવો મારા દેશનો છે. પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને અહીંથી રજા લઈ રહ્યા છીએ. 


સદનની વિદાય ખૂબ જ ભાવનાત્મક છે - પીએમ મોદી 

સંસદ ભવનને લઈ પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા આ ઐતિહાસિક ઈમારતને વિદાય આપી રહ્યા છીએ. આઝાદી બાદ આ ઈમારતને સંસદ ભવન તરીકે માન્યતા મળી. વધુમાં તેમણે કહ્યું કે સદનની વિદાય ખૂબ જ ભાવનાત્મક પણ છે. જ્યારે આપણે આ ઘર છોડી રહ્યા છીએ, ત્યારે આપણું મન ઘણી બધી લાગણીઓ અને ઘણી યાદોથી ભરાઈ ગયું છે. ઘરમાં કેટલાક મીઠા અને ખાટા અનુભવો થયા. થોડી બોલાચાલી પણ થઈ હતી. આપણા બધાની યાદો સામાન્ય છે, આનો ગર્વ પણ આપણા સૌને સહિયારો છે. પોતાના સંબોધનમાં તેમણે જી-20નો પણ ઉલ્લેખ કર્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .