Parliamentમાં આજથી વિશેષ સત્રનો થશે પ્રારંભ, પીએમ મોદી આજે કરી શકે છે સંબોધન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-18 10:25:51

આજથી સંસદના વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. નવા સંસદ ભવન ખાતે પાંચ દિવસીય સત્રની શરૂઆત આજથી  થવાની છે. 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી આ વિશેષ સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. અનેક વિશેષ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્રની વિશેષતા એ છે કે નવા સંસદ ભવનમાં આ સત્ર મળવાનું છે. જૂના સંસદ ભવનનો આજે અંતિમ દિવસ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે 11 વાગ્યે પીએમ મોદી લોકસભામાં સંબોધન કરી શકે છે.

વિશેષ સત્રને લઈ વિપક્ષે સરકારને લખી હતી ચિઠ્ઠી 

18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. અનેક મુદ્દાઓને લઈ આ વિશેષ સત્રમાં ચર્ચા થઈ શકે છે. આ વિશેષ સત્રને લઈ કેન્દ્ર સરકાર અને વિપક્ષ બંને દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વિશેષ સત્ર બોલાવવા પાછળનો હેતુ શું છે તે જાણવા માટે સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. તે બાદ વિશેષ સત્રમાં કયા મુદ્દે ચર્ચા થશે તેની જાણકારી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી. ચાર વિષયો પર ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી કેન્દ્ર સરકાર દ્વારા આપવામમાં આવી હતી.


સંસદમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

સંસદમાં સત્ર શરૂ થાય તે પહેલા ગઈકાલે એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવન ખાતે તિરંગો ફરકાવ્યો હતો. આજથી આ વિશેષ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જે બિલ પર આ વિશેષ સત્ર દરમિયાન ચર્ચા કરવામાં આવશે તેની વાત કરીએ તો મુખ્ય ચૂંટણી અને અન્ય ચૂંટણી કમિશનરો બિલ 2023, એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023, પ્રેસ અને રજૂસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ્સ બિલ 2023 તેમજ પોસ્ટ ઓફિસ બિલ 2023 અંગે ચર્ચા થઈ શકે છે.    


   


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે