SpiceJetની મોટી છટણીની તૈયારી! એરલાઇન 1,400 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2024-02-16 18:56:07

એવિયેશન સેક્ટરની દિગ્ગજ કંપની સ્પાઈસજેટ (SpiceJet) પર રોકડની તંગીની અસર વધુ ઘેરી બનતી જણાય છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કર્મચારીઓના પગારમાં ઘણા મહિનાઓ સુધી વિલંબ થયા બાદ હવે એરલાઇન કંપનીમાં મોટી છટણી (Layoff) થવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, કંપનીએ તેના કુલ વર્કફોર્સમાં લગભગ 15 ટકા કાપ મૂકવાની તૈયારી કરી છે.


15% વર્કફોર્સમાં કાપ મૂકવાનો નિર્ણય


પહેલાથી જ રોકડની તંગીનો સામનો કરી રહેલી સ્પાઈસજેટે ખર્ચમાં ઘટાડો કરવાના હેતુંથી છટણીનો આ નિર્ણય લીધો છે. હાલમાં, લગભગ 9,000 કર્મચારીઓ એરલાઇનમાં કામ કરી રહ્યા છે અને તેમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ આંકડો લગભગ 1400 કર્મચારીઓનો છે. ETના રિપોર્ટ મુજબ, બજેટ એરલાઈને છટણી (Spicejet Layoff)ની કથિત પુષ્ટિ કરી છે અને આ પગલું ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.


છટણીની તૈયારીઓ શા માટે?

 

નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી સ્પાઈસજેટ એરલાઈન્સે કંપનીમાં રોકાણકારોનો રસ જાળવી રાખવા અને રોકડની અછતને દૂર કરવા માટે ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, કંપની કેટલાક રોકાણકારો પાસેથી રૂ. 2,200 કરોડની મૂડી મેળવવાની પ્રક્રિયામાં છે. એરલાઈને જણાવ્યું હતું કે ફંડિંગ પ્રોજેક્ટ્સ ટ્રેક પર છે અને ટૂંક સમયમાં જાહેરાતની અપેક્ષા છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .