ધ્રોલ-જોડિયા-જામનગર રૂટની બસમાં સર્જાયો અકસ્માત, કાચ તૂટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા


  • Published By :
  • Published Date : 2023-04-20 16:30:13

રાજ્યમાં દરરોજ હજારો લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. દરેક સીટી બસમાં એક સૂત્ર લખ્યું હોય છે. "સલામત સવારી એસટી અમારી" ત્યારે આ સુત્રને બેઈજ્જતી કરતી એક ઘટના ધ્રોલમાં સામે આવી છે. જેમાં એસ ટી બસનો પાછળ કાચ તૂટ્યો અને બે વિદ્યાર્થીઓ નીચે ખાબક્યા હતા. ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાં આ અકસ્માત સર્જાયો હતો.


બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા


સ્થાનિક સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ ઘટના ધ્રોલની છે જ્યાં એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાંથી બે વિધાર્થી એસટી બસમાંથી નીચે ખાબક્યા હતા. બસના 125 લોકો સવાર હતા ત્યારે બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિધાર્થી એસ ટી બસમાંથી નીચે ખાબકતા બે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. વિધાર્થીઓને સારવાર અર્થે જી જીમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ઘાયલ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ


બંને વિદ્યાર્થી પિગળ દુષ્યંતસિંહ પ્રતાપ સિંહ (ઉ.વ 20) અને જાડેજા હરદિપસિહ પબુભા (ઉ.વ 18) જામનગરની કોલેજમાં અભ્યાસ કરતા હતા અને જામનગર આવી રહ્યા હતા. તે દરમિયાન જામનગરના ગુલાબ નગરમાં દેવિકા પાન પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થી નીચે ખાબક્યા હતા ત્યારે બંને વિદ્યાર્થીને હાથ અને માથાના ભાગે ઈજા થતા હાલ જામનગરની ગુરુ ગોવિદ સિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ધ્રોલ જોડિયા જામનગર રૂટની માત્ર એક બસ આવતી હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ વિસ્તારના જોડીયા, કુનાડ, હડિયાણા, રામપર સહિતના ગામોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એપ-ડાઉન કરે છે 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે