હવે એસ.ટી વિભાગના કર્મચારીઓ ઉતર્યા મેદાનમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 13:30:58

ચૂંટણી નજીક આવતા પોતાની માગણીઓ સરકાર સુધી પહોચાડવા આંદોલનકારીઓ મેદાનમાં ઉતર્યા છે. આરોગ્યકર્મી, પૂર્વ સૈનિકો, ખેડૂતો તેમજ આંગણવાળી બહેનો બાદ એસ.ટી કર્મચારીઓ પોતાની માગણી સાથે મેદાનમાં ઉતરી શકે છે. પોતાની 20 પડતર મુદ્દાઓને લઈ એસ.ટી નિગમના કર્મચારીઓ 22 સપ્ટેમ્બર મધરાતથી માસ સીએલ પર ઉતરી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં  

રાજ્યમાં એક બાદ એક આંદોલનના સૂર સંભળાઈ રહ્યા છે. અનેક લોકો સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. આરોગ્ય કર્મી, ખેડૂત બાદ એસ.ટી વિભાગના કર્મચારીઓ હડતાળ કરી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કર્મચારીઓ એસ.ટી બસ સેવા બંધ કરી આંદોલન કરવાના મૂડમાં છે.મળતી માહિતી મૂજબ પોતાની 20 પડતર માગણી સાથે 22 સપ્ટેમ્બરથી કર્મચારીઓ આંદોલન કરતા નજરે પડી શકે છે. જ્યાં સુધી પોતાની માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ પર રહી ષકે છે. જેને કારણે એસ.ટી બસના પૈડા થમી શકે છે.

ST bus confiscated under prohibition law

શું છે એસ.ટી કર્મચારીઓની માગણી

પોતાની 20 માગણી સાથે એસ.ટી કર્મચારી હડતાળ કરવાની છે જેમાંથી ડ્રાઈવર અને કંડક્ટરને 1900 ગ્રેડ પે આપવામાં આવે, ભાડા ભથ્થામાં ત્વરિત વધારો કરવાની માગ, વર્ગ 4 ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષથી બોનસ નથી મળ્યું તે આપવામાં આવે, સહિતની અનેક માગ સાથે આંદોલન કરી શકે છે.  

સરકારની ચિંતામાં સતત વધારો

પોતાની મતબેંકને જાળવી રાખવા તેમજ આંદોલન શાંત કરવા સરકાર આ સમયે બધાની પડતર માગણી સાંભળશે તે હેતુથી લોકો આંદોલન કરી રહ્યા છે. આ સમય રાજનીતિ પણ ગરમાઈ રહી છે. આંદોલનનો લાભ અનેક રાજકીય પાર્ટીઓ ઉઠાવી રહી છે. ત્યારે વાસ્તવિક્તામાં તેમની માગણી સ્વીકારાશે કે નહીં તે જોવાનું રહેશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે