લોકશાહીના દેશમાં જ્યારે ચુંટણીઑ આવતી
હોય છે ત્યારે આપણે બધાને આપણું પ્રતિનિધિત્વ કરી શકે તેવા નેતાને ચૂંટવાંનો મોકો મળતો
હોય છે આવનાર સમયમાં ગુજરાતમાં તમે પણ તમારા ધારાસભ્ય નક્કી કરવાના છો જેની વચ્ચે હાલમાં
ઉત્તર પ્રદેશનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ધારાસભ્ય જાહેરમાં
અધિકારીઓને તતડાવી રહ્યા છે કે, ‘ધારાસભ્ય અનિલ સિહ આવે ત્યારે ઊભા થઈ જવાનું’
ઉન્નવ જિલ્લાની પૂર્વા વિધાનસભા બેઠક
પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય અનિલસિહે અધિકારીઓએ ચેતવણી આપી છે કે, ‘ધારાસભ્ય અનિલ
સિહ આવે ત્યારે ઊભા થઈ જવાનું’ જો મારા આવ્યા પછી ઊભા થયા નહીં તો તેમની સામે કાર્યવાહી
કરવામાં આવશે ત્યારબાદ તેમણે ખુરશીને લઈને પણ હોહાપો કર્યો કે ધારાસભ્યની ખુરશી ઊંચી
હોવી જોઈએ. તમારી ખુરશી કોઈ સભામાં ધારાસભ્યની ખુરશી કરતાં ઊંચી લેશો તો તેમને ઉથલાવી
દઇશું






.jpg)








