રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક, રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ


  • Published By :
  • Published Date : 2024-02-11 11:05:25

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત અચાનક લથળતા તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. બ્રેઈન સ્ટોકથી રાઘવજી પટેલને આંખમાં અસર થયાની માહિતી મળી છે. જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. જામનગરના પસાયા બેરાજામાં 'ગાંવ ચલો અભિયાન' કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.  તેમને રાત્રે લગભગ 3 થી 4 વાગ્યાના સુમારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  CM ભૂપેન્દ્ર પટેલ પણ ગઈકાલ રાતથી રાઘવજીભાઈના પરિવારજનોના સંપર્કમાં છે.


તબિયત સુધારા પર 


રાઘવજીભાઈના અંગત મદદનીશ સાથે પણ CM સતત સંપર્કમાં હતા. હાલ રાઘવજીભાઈ પટેલની હાલ તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે. રાઘવજી પટેલની તબિયતની જાણ થતાં રાત્રે MLA રમેશ ટિલાળા, ભાજપ શહેર પ્રમુખ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપના અગ્રણીઓ પણ રાત્રે પહોંચ્યા હોસ્પિટલ ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....