વેશ્વિક મંદીના ભણકારા: સેન્સેક્સ -953.70 અને નિફ્ટી -311 પોઈન્ટ તૂટ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 16:24:42

વેશ્વિક મંદીની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આજે સપ્તાહના પહેલા દિવસે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાયો છે.  સવારથી જ રેડ ઝોનમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. આજે સેન્સેક્સ અને નિફ્ટી તેમના મહત્વના સ્તરોથી તૂટી ગયા અને બજારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી હતી. આજે -953.70 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 57,145.22 પર બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ -311 પોઈન્ટના ઘટાડા સાથે 17016.30 પર બંધ રહ્યો છે.


4 દિવસમાં 14 લાખ કરોડનું નુકસાન!


મુંબઈ સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે રૂ. 276.65 લાખ કરોડ હતું, જે સોમવારે ટ્રેડિંગ શરૂ થયાના થોડા કલાકોમાં ઘટીને રૂ. 269.86 લાખ કરોડ થઈ ગયું હતું. એટલે કે રોકાણકારોને લગભગ 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે 20 સપ્ટેમ્બર, 2022 ના રોજ, બજાર છેલ્લી વખત ઝડપી ગતિએ બંધ થયું હતું, તે દિવસે માર્કેટ કેપ 283.32 લાખ કરોડ રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ માત્ર ચાર ટ્રેડિંગ સેશનમાં 13.50 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 



નિષ્ણાતો શું કહે છે?


શેર બજારમાં જોરદાર કડાકા પાછળ નિષ્ણાતો વૈશ્વિક મંદીના ભયને જવાબાદાર માને છે. "વિશ્વભરની બેંકો જે દરે વ્યાજદરમાં વધારો કરી રહી છે તેનાથી રોકાણકારોની ચિંતા વધી છે, આ મંદી ઘણા દેશોની અર્થવ્યવસ્થાઓને મંદીમાં ધકેલી શકે છે. ભારતમાં રિઝર્વ બેંક ગવર્નરની નાણાકીય નીતિની બેઠક પહેલા બેંકિંગ, રિયલ એસ્ટેટ અને ઓટો જેવા રેટ-સંવેદનશીલ શેરોમાં તીવ્ર ઘટાડો વધારો જોવા મળ્યો હતો. કારણ કે વ્યાજ દરમાં વધારો આગામી સમયમાં માંગને અસર કરે તેવી શક્યતા છે.



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .