શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર, સેન્સેક્સ 970 અને નિફ્ટી 274 પોઈન્ટ ઉછળ્યો, મેટલ શેરો ઝળક્યા


  • Published By :
  • Published Date : 2023-12-15 18:00:30

અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વએ આગામી વર્ષે વ્યાજ દરોમાં કાપ મુકવાના સંકેત આપ્યા છે. આ જ કારણે સમગ્ર વિશ્વના શેર બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ભારતમાં પણ તેજીનો આંખલો ભૂંરાયો થયો છે. વિદેશી બજારોમાંથી આવી રહેલા પોઝીટીવ સંકેતોના દમ પર સેન્સેક્સ અને નિફ્ટી આ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે શુક્રવારે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. તેમાં પણ મેટલ શેરોમાં છેલ્લા એક મહિનામાં 25 ટકા સુધીની તેજી આવી છે, રોકાણકારોએ છેલ્લા પાંચ દિવસમાં 8.55 લાખ કરોડની કમાણી કરી છે.  


શેર બજાર કેટલું ઉછળ્યું?


ભારતીય શેર બજારમાં આજે પણ ફુલગુલાબી તેજી જોવા મળી હતી. BSEનો સેન્સેક્સ 970 પોઈન્ટ એટલે કે 1.37 ટકાની તેજી સાથે 71,484 પર પહોંચ્યો છે. જ્યારે NSEનો નિફ્ટી 274 પોઈન્ટ એટલે કે 1.29 ટકાની તેજી સાથે 21,456 પર બંધ રહ્યો હતો. બેંકિંગ, ફાઈનાન્સિયલ, મેટલ, અને આઈટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. BSEની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ શુક્રવારે 2.76 લાખ કરોડ રૂપિયાથી વધીને 357.78 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. શેર બજારમાં આ સપ્તાહે 8.55 લાખ કરોડ રૂપિયાની તેજી જોવા મળી છે.




આ શેરો 5 થી 6 ટકા વધ્યા 


સેન્સેક્સ શેરોમાં સૌથી વધુ ઉછાળો એચસીએલ ટેક, ટીસીએસ અને ઈન્ફોસીસ હતો. આ શેર 5 થી 6 ટકા વધ્યા હતા. એસબીઆઈ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, એનટીપીસી અને વિપ્રોના શેર પણ વધ્યા હતા. બીજી તરફ નેસ્લે, ભારતી એરટેલ, મારુતિ અને આઈટીસીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટોરલ મોરચે, નિફ્ટી આઇટી 4.5 ટકા જ્યારે નિફ્ટી મેટલ અને નિફ્ટી પીએસયુ બેન્ક બે ટકાથી વધુ વધ્યા હતા. જોકે, નિફ્ટી ઓટો, એફએમસીજી, મીડિયા અને રિયલ્ટીમાં ઘટાડો નોંધાયો હતો.



આ મેટલ શેરોમાં જબરદસ્ત રિટર્ન  


એક મહિનામાં મેટલ શેરોએ જબરદસ્ત રિટર્ન આપ્યું છે, તેમાં પણ SAIL કંપનીના શેરોએ મેટલ પેકમાં સૌથી વધુ વળતર આપ્યું છે. મેટલ  શેરોમાં 25 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે ઉપરાંત જિંદાલ સ્ટેનલેસ, હિન્દુસ્તાન કોપર, JSW સ્ટીલ, જિંદાલ સ્ટીલ અને પાવરે પણ સારું વળતર આપ્યું છે. નેશનલ એલ્યુમિનિયમ કંપની, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક અને હિન્દાલ્કો જેવા શેરોએ પોઝિટિવ રિટર્ન આપ્યું છે, પરંતુ નિફ્ટીમાં તેમનો દેખાવ નબળો રહ્યો હતો. બીજી તરફ, રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સે નેગેટિવ વળતર આપ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.