નબળા વૈશ્વિક સંકેતોના કારણે સેન્સેક્સ 861 અને નિફ્ટીમાં 246 પોઈન્ટનો કડાકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 17:14:03

શેર બજાર માટે આજનો દિવસ બ્લેક મન્ડે સાબિત થયો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે જ બીએસઈ સેન્સેક્સ 861.25 (1.46%) પોઈન્ટ તુટીને 57,972.62 પર જ્યારે એનએસઈનો નિફ્ટી 246 (1.40%) તુટીને 17,312.90 પર બંધ રહ્યો. આજે એફએમસીજીને બાદ  કરતા તમામ સેક્ટરના શેરોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું.


સવારે શેર બજાર ખુલતા જ 30 શેરોનો સેન્સેક્સ 1300 પોઈન્ટ (2.23 ટકા) તુટી ગયો હતો. નિફ્ટી પણ  385  અંક ગગડ્યો હતો. આ સમયે સેન્સેક્સની માત્ર બે જ કંપની નેસ્લે અને હિંદુસ્તાન યૂનીલીવર લીલા નિશાન પર જોવા મળી હતી. 


શા માટે શેર માર્કેટમાં થયો કડાકો?


અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના ભાષણ બાદ વૈશ્વિક બજારોમાં મંદીની આશંકા પ્રબળ બની છે. જેરોમના આ ભાષણની અસર ભારતીય શેર  બજાર પર પણ જોવા મળી. પોવેલે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે 'અમેરિકાની ફેડરલ રિઝર્વ તેની વ્યાજ દર વધારવાની નીતિને વળગી રહેશે. જ્યાં સુધી મોંઘવારી કાબુમાં ન આવે ત્યાં સુધી આ નીતિ ચાલુ રહેશે. તેમની આ નીતિથી દેશની આર્થિક વૃધ્ધીને ધક્કો લાગે તો પણ નાણાકિય નીતિમાં ઢીલાશ રાખવામાં આવશે નહીં.' વિશ્વના અન્ય શેરબજારો જેવા કે જર્મની અને બ્રિટનના સ્ટોક એક્સચેન્જ પણ મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.




ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.