વડોદરામાં દર્દીના પિત્તાશયમાંથી તબીબોએ લેપ્રોસ્કોપીક સર્જરીથી 1628 પથરી કાઢી, ડોક્ટર પણ દંગ રહી ગયા


  • Published By :
  • Published Date : 2023-07-28 23:26:00

શરીરમાં પથરીની ઘણા લોકોને હોય છે, પથરીના કારણે અસહ્ય પીડા થાય છે. જો  કે ઓપરેશનથી પેટમાં રહેલી પથરીને દુર કરી શકાય છે. વડોદરમાં તબીબોએ ઑપરેશન કરીને એક યુવકના પિત્તાશયમાંથી 1628 જેટલી પથરી કાઢી હતી. વડોદરાના નવા યાર્ડમાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતાં મહંમદ ખલીક પઠાણ (35) પેટમાં ગેસ અને દુખાવાની ફરિયાદ બાદ સારવાર લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સોનોગ્રાફી રિપોર્ટ બાદ પથરી હોવાનું નિદાન થયું હતુ. જે બાદ લેપ્રોસ્કોપીક સર્જન દ્વારા તેના પિત્તાશયની પથરી લેપ્રોસ્કોપીક સર્જરીથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આજે યુવક પર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દર્દીના પિત્તાશયમાંથી 1628 જેટલી પથરીઓ દૂર કરવામાં આવી હતી. માનવ શરીરમાં પથરીઓનો આટલો મોટો જથ્થો જોઈને તબીબો પણ દંગ રહી ગયા હતા.


બે કલાક ચાલી સર્જરી


વડોદરામાં રહેતા 35 વર્ષીય દર્દી મોહમ્મદ પઠાણને પેટમાં અસહ્ય પીડા થતી હોવાથી નિઝામપુરામાં આવેલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિ સર્જરી કરાવી હતી.  જે બાદ દર્દી મોહમ્મદ પઠાણની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી, જેમાં ખબર પડી કે  તેને પિતાશયની પથરીનો દુઃખાવો છે. ત્યાર બાદ તેની સીટી સ્કેન મારફતે તપાસ કરવામાં આવી હતી. ગત રોજ લેપ્રોસ્કોપિ સર્જરી સર્જરી કરવામાં આવી હતી. લેપ્રોસ્કોપિ સર્જરી બાદ ર્ડાક્ટરે તે વ્યક્તિનાં શરીરમાંથી 1628 પથરી નીકળી હતી. ત્યારે લેપ્રોસ્કોપિક સર્જન ર્ડા. લલિત મછાર, ર્ડા. જીતેન્દ્ર મિસ્ત્રી અને ર્ડા. તુષાર ચોક્સીએ સફળ ઓપરેશન કર્યું હતું. લેપ્રોસ્કોપિક સર્જરી થકી દૂર કરાયેલી પથરી ગણવામાં સ્ટાફને 3 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. જયારે લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં તબીબોને 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ મોહમ્મદ પઠાણની તબિયત સુધારા પર અને તંદુરસ્ત છે. જ્યારે ડોક્ટર લલિત મછારે ખાસ કરીને યુવાનોને શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા માટે સૂચન કર્યું હતું.

 

શા માટે થાય છે પથરી?


જે લોકો આખા દિવસમાં જરૂરિયાત કરતા ઓછું પાણી પીવે છે તેમને કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. કિડની સ્ટોનની સમસ્યાથી બચવા માટે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું  જોઈએ. જો લોકો વધુ પડતું મીઠું અને મીઠાઈ ખાવાથી પણ કિડનીમાં પથરી થઈ શકે છે. રોગો અને કિડનીની પથરીથી બચવા માટે મીઠું અને મીઠાઈઓ ઓછી ખાવી જોઈએ. માંસાહારી લોકોને પણ કિડની સ્ટોનનું થઈ શકે છે. કેલ્શિયમ-પ્રોટીન અસંતુલનને કારણે પણ કિડનીમાં પથરી થાય છે. આ ઉપરાંત ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે.  



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.