BJPમાં અસંતોષની આંધી! Ranjan Bhatt, સાબરકાંઠાનાં ઉમેદવાર Bhikhaji Thakorએ ચૂંટણી લડવાની ના પાડી! આ બે બેઠક પર સૌ કોઈની નજર..


  • Published By :
  • Published Date : 2024-03-23 17:14:19

ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબધ પાર્ટી ભાજપના કાર્યકર્તાઓ નિષ્ઠાવાન છે અને પક્ષ માટે ખડે પગે ઊભા રહે છે આવું જાહેર મંચ પરથી ભાજપના નેતાઓને આપણે ઘણીવાર આ કહેતા સાંભળ્યા છે પણ છેલ્લા કેટલાક સમયથી આ કાર્યકર્તાઓ અંદરખાને નારાજ દેખાઈ રહ્યા છે કોઈની કોઈ વસ્તુતો એવી છે જેના કારણે આપણે પોસ્ટર જોઈ છે પત્રિકા કાંડ જોયું છે અને નારાજગીના કારણે રાજીનામું આપતા એમએલએ પણ જોયા છે. 



રંજનબેન ભટ્ટ સામે ભભૂકી ઉઠ્યો કાર્યકર્તાઓનો રોષ!

થોડા સમય પહેલા કોંગ્રેસના આંતરિક વિખવાદ અને કકળાટની વાત આખું ગુજરાત કરતું હતું પણ આ ગુજરાતનું નવું ભાજપ છે જેમાં દર થોડા દિવસે કંઈક તો એવું થઈ જાય છે કે અંદરનો અણગમો અને અંદરનો કકળાટ સામે આવી જાય છે એ પછી જ્યોતિબેન જ્વાળા બનીને બહાર આવે કે પછી કેતન ઇનામદાર રાજીનામાની વાત કરે. પણ હવે સ્થિતિ થોડી વધુ બગડી પણ ગઈ છે કારણ કે વાતો એવી થઈ રહી છે કે સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, વડોદરામાં જે ઉમેદવારોના નામ જાહેર થયા છે એના કારણે હવે ભાજપમાં નવો  વિવાદ થઈ શકે છે. બે બેઠકો પર તો થઈ ગયો!


જ્યોતિ પંડ્યાએ મીડિયા સમક્ષ કરી હતી વાત 

સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની. વડોદરામાં તો જ્યારથી ઉમેદવાર તરીકે રંજનબેનના નામની જાહેરાત કરવામાં આવી. ત્યારથી કાર્યકર્તાઓ નારાજ દેખાઈ રહ્યા હતા. અને એ વાત ત્યારે વધારે દ્રઢ બની જ્યારે જ્યોતિ પંડ્યા મીડિયા સમક્ષ આવ્યા અને રંજનબેનને ઉમેદવારી મળી એના વિશે વાત કહી. તે બાદ રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર પણ શરૂ થઈ જેમાં મોટા મોટા શબ્દોમાં લખેલું હતું કે મોદી તુજસે બેર નહીં પણ રંજન તેરી ખેર નહીં હવે સૌથી પહેલા તો આ પોસ્ટર વાંચીને મગજમાં એ જ ક્લિક થાય ત્યાં કોઈ અંદરના માણસે જ લગાવ્યું છે કારણ કે આ રાજસ્થાનમાં પણ આપણે જોયું છે.


કેતન ઈનામદારનો આંતરાત્મા જાગ્યો પરંતુ તે પાછો સૂઈ ગયો!

હવે વાત ધારાસભ્ય કેતન ઈનામદાર સુધી પણ પહોંચાડીએ એ પણ પાછા નારાજ થયા નારાજ થવાનું કારણ શું હતું તો કોંગ્રેસી નેતાને પદ મળ્યું એ વસ્તુ એ જીરવી ન શક્યા આમ તો રાતે એમનો અંતર આત્મા જાગ્યો કે કેતનભાઇ આ ખોટું થઈ રહ્યું છે.. આમાં તમારું માન સન્માન નથી સચવાતું પણ પાછું બપોરે મીટીંગો થઈ પછી, એમના અંતર આત્માએ કહ્યું કે કેતનભાઇ બસ હવે વધારે અંતરાત્માનું ન સંભળાય! ખેર નેતાઓના અંતરાત્મા તો જાગતા રહેતા હોય છે અને જાગ્યા બાદ થોડા સમયની અંદર સૂઈ પણ જાય છે. આ બધા વિવાદો વચ્ચે આજે રંજનબેન દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે તે ચૂંટણી નથી લડવાના. તેમણે ચૂંટણી લડવામાંથી પીછેહઠ કરી.  


બનાસકાંઠામાં ભાજપ ઉતારશે કોઈ સ્થાનિક ચહેરો!

વાત હવે બનાસના બેનની કરવી છે કારણ કે ત્યાં જબરદસ્ત જામી છે. બનાસકાંઠામાં ભાજપે શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપી છે જે બનાસ ડેરીના સહ સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે. પરિવાર સંઘ સાથે જોડાયેલો છે છતાં ભાજપના જ નેતાઓ તેમના નામથી સંતુષ્ટ નથી. એટલે હમણાં જ થોડા દિવસ પહેલાં એવી વાતો પણ આવી હતી કે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીને બદલી કોઈ સ્થાનિક ચહેરો ત્યાં ભાજપ મૂકી શકે છે. બનાસમાં ચિત્ર બદલાય છે કે નહીં એ ખબર નથી તેને આપણે સમય પર છોડીએ.


ધવલ પટેલ સામે પણ ઉઠ્યો વિરોધનો સૂર!

હવે દક્ષિણ ગુજરાત તરફ આવીએ વલસાડની વાત કરીએ તો વલસાડમાં ભાજપે યુવા ચહેરા તરીકે ધવલ પટેલને ટિકિટ આપી. પણ તેમની સામે પત્રિકાઓનો દોર શરૂ થયો. પાર્ટીના જ લોકોએ છપાવેલી પત્રિકામાં પ્રદેશ કક્ષાએ રજૂઆત કરાઈ કે ઓઈબીના રિપોર્ટ પણ જોઈ લો ધવલ પટેલ નિષ્ફળ નેતા છે અને તેમના જ વિસ્તારમાં સરપંચો પણ તેમની વિરુદ્ધ છે. જેમ જેમ હવે દિવસો વીતતા જઈ રહ્યા છે એમ ભાજપના નારાજ નેતાઓ બહાર આવી રહ્યા છે. 


કોંગ્રેસ યુક્ત બની રહ્યું છે ભાજપ!

અચાનકથી આ બધી નારાજગી બહાર આવવાનું એક બીજું કારણ પણ મનાઈ રહ્યું છે કે જે ભાજપ એવું કહેતું હતું કે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાની છે એ ભાજપ અત્યારે કોંગ્રેસ યુક્ત બનતી જઈ રહી છે પાયાના કાર્યકર્તાને ડર છે કે કૉંગ્રેસ માંથી આવેલા નેતાઓને પદ મળશે અને એવા અનેક ઉદાહરણો પણ આપણી પાસે છે. હવે ભૂતકાળમાં થોડું ડોકીયું કરી આવીએ તો સુરતના પત્રિકા કાંડે રાજનીતિમાં હલચલ મચાવી હતી. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રીઓ તેમજ ધારાસભ્યો સહિત પાટીલ જુથના આગેવાનો પર અનેક આક્ષેપો કરતી પત્રિકા અને પેનડ્રાઈવ ભાજપના જ આગેવાનોને મોકલવામાં આવી હતી. તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર તરીકે ભાજપે ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમણે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. 


શું ભાજપ બદલશે આ બે સીટોના ઉમેદવાર? 

મહત્વનું છે કે ઉપર જે નામોની ચર્ચા થઈ તેમાંથી બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે પીછેહઠ કરી લીધી છે. અને હવે જોવું રહ્યું કે બનાસકાંઠા તેમજ વલસાડ બેઠક પર કંઈ નવા જૂની થાય છે કે પછી ઉમેદવારો એ જ રહે છે! સૌ કોઈની ભાજપના જ નેતાઓ હતા હવે એવું કહી શકાય કે આ નવું ભાજપ છે તમારે આ નવા ભાજપ વિશે કેહવું છે તે અમને કૉમેન્ટમાં જણાવો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.