રખડતા ઢોરનો આતંક યથાવત, વાંકાનેરના દીવાનપરામાં રખડતા ઢોરે વૃદ્ધાને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા


  • Published By :
  • Published Date : 2023-07-25 14:32:59

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે, અત્યાર સુધીમાં અનેક લોકોના મોત અને ઘાયલ થઈ ચુક્યા છે. હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને લપડાક લગાવી હોવા છતાં પરિસ્થિતી જૈસે થે છે. વાંકાનેરમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. જેમાં દિવાનપરા વિસ્તારમાં રસ્તે જતાં વૃદ્ધ મહિલાને ઢોરે અડફેટે લેતાં વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ઢોર પકડવાના મામલે કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ સમગ્ર ઘટના  CCTVમાં પણ કેદ થઈ છે અને  CCTV સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે.


વૃધ્ધાને હોસ્પિટલમાં ખસેડાયા


વાંકાનેરની આ ઘટના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલા રસ્તા પરથી ચાલીને જઈ રહ્યા છે. ત્યારે બે રખડતા ઢોર ત્યાં આવે છે. બેમાંથી એક ઢોર વૃદ્ધ મહિલાની પાછળ દોડે છે. વૃદ્ધા પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે તેની સાથે રહેલી અન્ય મહિલા પણ ત્યાં આવે છે પરંતુ ત્યાં સુધીમાં વૃદ્ધાની પાછળ રહેલો ઢોર તેને પોતાના શીંગડા પર ઉઠાવી લે છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં તેને જોરથી રસ્તા પર પટકે છે. જેને પગલે વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇને બેભાન થઈ જાય છે. ત્યાર બાદ અન્ય મહિલા વૃદ્ધાની પાસે પહોંચે છે અને આસપાસના લોકોની મદદથી વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવી છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થઇ છે અને તે સીસીટીવી સોસીયલ મીડિયામાં વાઈરલ થયા છે પરંતુ તંત્ર દ્વારા આ વિડીયો જોઇને રખડતા ઢોર મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પ્રજાજનોને રામ ભરોસે જ રોડ પરથી પસાર થવું પડશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે