Mahisagarમાં રખડતા ઢોરનો આતંક : આગળ વાહનચાલક અને પાછળ પડ્યા રખડતા ઢોર, માંડ માંડ બચ્યો યુવકનો જીવ, સીસીટીવી આવ્યા સામે


  • Published By :
  • Published Date : 2023-10-26 14:12:43

રખડતા શ્વાનને કારણે અને રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. શાંત દેખાતા ઢોર ગમે ત્યારે આક્રામક થઈ જાય અને એક બીજા સાથે ઝઘડવા લાગે તેની ખબર નથી પડતી. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં રખડતા ઢોરને કારણે દુર્ઘટના સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. જ્યારે જ્યારે પણ રખડતા ઢોરને લઈ સમાચાર આવે છે ત્યારે અમે લખીએ છીએ  કે રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત.. ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ પણ આક્રામક છે, અનેક વખત સરકારની ઝાટકણી કાઢી છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. મહીસાગરમાં રખડતા ઢોરે વાહનચાલકને અડફેટે લીધો છે. વાહનચાલક પાછળ આખલો દોડ્યો અને વાહનચાલકે માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો છે. 

વાહનચાલકની પાછળ પડ્યો આખલો, સીસીટીવીમાં કેદ થઈ ઘટના 

એક તરફ બિસ્માર રસ્તા તો બીજી તરફ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ.ન માત્ર રખડતા ઢોરનો ત્રાસ પરંતુ રખડતા કૂતરાનો ત્રાસ પણ. થોડા સમય પહેલા રખડતા શ્વાનના હુમલાને કારણે વાઘબકરી ગ્રુપના ડિરેક્ટરનું નિધન થઈ ગયું. રખડતા ઢોરના ત્રાસ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તંત્રની કામગીરી પર પણ પ્રશ્ન છે. રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે વધુ એક હુમલાનો કિસ્સો મહીસાગરથી સામે આવ્યો છે. ડુંગરા ભીંત પંચેશ્વર મહાદેવથી ઝમઝર માતાજી મંદિર સુધી વાહન ચાલકની પાછળ આખલો પડ્યો હતો. નાની ગલી હતી જેમાંથી વાહનચાલક પસાર થઈ રહ્યો હતો. તેની પાછળ આખલો પડ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સ્પીડમાં વ્હીકલ ભગાવીને વાહનચાલકે પોતાનો જીવ બચાવ્યો છે. 


રાજકોટમાં એક વ્યક્તિનું થયું મોત 

તે ઉપરાંત રાજકોટમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જામકંડોરમામાં એક યુવકનું મોત રખડતા ઢોરની અડફેટે આવતા થયું છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં જ એક વૃદ્ધાનું મોત રખડતા ઢોરને કારણે થયું હતું. મહત્વનું છે કે આ ત્રાસ ઘટવાને બદલે પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. લોકો અડફેટે આવી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે. જો આ મામલે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો અનેક લોકોના મોત આ રખડતા ઢોરને કારણે થતાં રહેશે...! 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે