Stray Dog : રિલાયન્સના ડિરેક્ટરે પણ જવાબદારોને સંબોધીને લખ્યું કે રખડતા શ્વાનને લઈ એક્શન લેવા જોઈએ


  • Published By :
  • Published Date : 2023-10-26 17:39:37

વડીલને ઘરની બહાર નિકળવું હોય તો તેમને બે વખત વિચાર કરવો પડે છે. રખડતા શ્વાન તેમજ રખડતા ઢોર અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી વાત તો, તેવી રજૂઆત અનેક વખત જમાવટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રખડતા શ્વાન વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાત રિલાયન્સ ડિરેક્ટરે તેમજ સાંસદ પરિમલ નથવાણીએ પણ કરી દીધી છે. પરિમલ નથવાણીએ એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 12.50 લાખ જેટલા લોકોને કૂતરા કરડ્યા છે. આમાંથી 9 લોકો બિઝનેસમેન હતા અને તેમણે જીવ ગુમાવ્યો છે તે લિસ્ટમાં પરાગ દેસાઈ પણ સામેલ છે. 

Image


રખડતા શ્વાનને કારણે ગયો હતો પરાગ દેસાઈનો જીવ 

રાજ્યમાં રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરનો આતંક જોવા મળે છે. પ્રતિદિન કોઈ વ્યક્તિ પર શ્વાન હુમલો કરે છે તેવા સમાચાર આવતા હોય છે. રખડતા ઢોર પણ અનિંયત્રિત થઈ લોકો પર હુમલો કરે છે. હુમલા થવાને કારણે લોકોના મોત પણ થાય છે. તાજેતરમાં જ ઉદાહરણ છે વાઘબકરી ચાના ડિરેક્ટરનું. પરાગ દેસાઈ વોક પર નિકળ્યા હતા તે વખતે તેમની પર રખડતા શ્વાને હુમલો કર્યો. બચાવ માટે તેઓ ભાગ્યા પરંતુ દોડતી વખતે તે સ્લીપ થઈ ગયા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. લગભગ અઠવાડિયા સુધી તેમની સારવાર ચાલી અને  23 ઓક્ટોબરના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. 

નવસારી: રખડતા શ્વાનનો આંતક યથાવત,5થી 6 શ્વાનનું ટોળું યુવક પર તૂટી પડ્યું  અને બચકાં ભર્યાં, હોસ્પિટલમાં દાખલ કરાયો

પરિમલ નથવાણીએ કરી આ ટ્વિટ

રખડતા શ્વાનને કારણે અનેક લોકોના મોત થયા છે, રખડતા શ્વાન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ તો અનેક વખત ઉઠી છે. રખડતા શ્વાન વિરૂદ્ધ તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટે તંત્ર પાસે માગ્યો છે. રખડતા ઢોર મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે તો પણ કોઈ નક્કર પગલા લેવાયો હોય તેવું નથી લાગી રહ્યું. એક આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર 12.50 લાખ કૂતરા કરડ્યા હોવાના કેસ સામે આવ્યા છે. ત્યારે રખડતા ઢોર વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી વાત પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવી છે. 


કરોડો ખર્ચાયા પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર!

માત્ર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 3.75 લાખ જેટલી શ્વાનની વસ્તી છે. ત્રણ વર્ષમાં કૂતરા કરડવાનાં 1.63 લાખથી વધુ બનાવ બન્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કૂતરા પકડી તેનું ખસીકરણ કરવા ત્રણ વર્ષમાં રૂપિયા 9.36 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાના રોજ 200 બનાવ બની રહ્યા છે. શ્વાન કરડવાના વર્ષ 2020માં 52,318, વર્ષ 2021માં 51812 અને વર્ષ 2022માં 59513 કેસ મળી ત્રણ વર્ષમાં કૂતરા કરડવાના કુલ 1,63, 643 કેસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં નોંધાવા પામ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે