ગુજરાતમાં ખૂંખાર બનતા રખડતાં શ્વાન! છેલ્લા ત્રણ વર્ષમાં આટલા લાખ લોકો બન્યા રખડતા શ્વાનનો શિકાર, જાણો ગુજરાત કયા ક્રમે આવ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-13 16:49:00

રાજ્યમાં રખડતાં શ્વાનનો આતંક પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકો રખડતાં શ્વાન અથવા તો રખડતાં ઢોરને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. ત્યારે લોકસભામાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ એક આંકડો રજૂ કર્યો હતો જેમાં દેશભરમાં શ્વાન હુમલાના કેટલા કિસ્સાઓ બન્યા છે. જ્યારે આ પ્રશ્નના જવાબમાં એ આંકડો સામે આવ્યો છે તે ચોંકાવી દે તેવો છે. કારણ કે આ આંકડો લાખોમાં નોંધાયો છે. 

dog bite crisis gujarat, ભારતમાં રખડતા કૂતરાનો ત્રાસ વધવાનું કારણ શું? વસતિ  ઓછી કરવાના પ્રયાસો કેમ રહ્યા નિષ્ફળ - how long will the terror of stray  dogs last in india which aspects

ગુજરાતે પાંચમા ક્રમે મેળવ્યું સ્થાન 

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2020થી 2023 સુધીમાં ગુજરાતમાં કુલ 7.93 લાખ લોકો રખડતાં શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. 2022ની વાત કરીએ તો 1.69 લાખ લોકોને કૂતરા કરડ્યા હતા. શ્વાન એટેકમાં ગુજરાતના સ્થાનની વાત કરીએ તો આપણું રાજ્ય પાંચમા સ્થાને આવે. સૌથી પહેલા જે રાજ્યોમાં કૂતરા કરડવાની વાત કરીએ તો તે રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક તેમજ બિહારનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એક વર્ષમાં એટલે કે 2022માં નોંધાયેલા શ્વાન કરડવાના કિસ્સાઓની વાત કરીએ તો 3.90 લાખ  લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા છે. બીજા ક્રમ પર આવે છે તમિલનાડુ ત્યાં 3.64 લાખ લોકો રખડતાં શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. ઉત્તર પ્રદેશમાં રહેતા 1.91 લાખ લોકોને રખડતાં શ્વાનનો ભોગ બનવું પડ્યું હતું. આંધ્રપ્રદેશના આંકડાની વાત કરીએ તો 1.89 લાખ લોકો શિકાર બન્યા છે અને આ રાજ્ય ચોથા ક્રમે નોંધાયું છે. જ્યારે ગુજરાત પાંચમા ક્રમે આવ્યુંછે.   

  

અનેક વખત અકસ્માતનું કારણ બનતા હોય છે રખડતાં શ્વાન 

મહત્વનું છે પ્રતિદિન રખડતા શ્વાન અથવા તો પશુ દ્વારા કરવામાં આવતા હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક લોકોના મોત પણ રખડતાં શ્વાન તથા રખડતા ઢોરને કારણે થયા છે. અમદાવાદ શહેરમાં પણ આતંક જોવા મળી રહ્યો છે. દર થોડા દિવસે એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અકસ્માત રખડતાં ઢોર અથવા શ્વાનને કારણે થયા હોય. અનેક વખત હાઈકોર્ટ દ્વારા આ મામલે ટકોર કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય તેવું લાગે છે. એક તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન તો બીજી તરફ રખડતાં શ્વાનના હુમલાનો ડર. લોકો જાય તો જાય ક્યા?  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે