Rajkot અગ્નિકાંડ મામલે લેવાશે કડક પગલા! SITના અધ્યક્ષે કહ્યું જવાબદારોને નહીં છોડાય.. સાંભળો હર્ષ સંઘવી સાથે મળેલી બેઠકમાં શેની થઈ ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-05-29 14:00:59

રાજકોટમાં શનિવારે બનેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અનેક પરિવારોને મૃતદેહો મળી ગયા છે પરંતુ અનેક પરિવારોને મૃતદેહ મળ્યા નથી. આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં આ મામલે આગળ શું કાર્યવાહી કરાશે તે અંગે ચર્ચા થઈ. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આઈએએસ, આઈપીએસની પૂછપરછ કરવામાં આવશે. 

દુર્ઘટનાને લઈ તપાસ કરશે એસઆઈટી

રાજ્યમાં અનેક એવી ગોઝારી દુર્ઘટનાઓ સર્જાઈ છે જેને કારણે અનેક લોકોના મોત થયા છે. દુર્ઘટનાઓમાંથી આપણે શીખતા નથી જેને કારણે બીજી વખત પણ દુર્ઘટના સર્જાય છે.. જ્યારે કોઈ દુર્ઘટના થાય છે ત્યારે તે દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવી.. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે એસઆઈટીના સભ્યોની બેઠક હતી.



બેઠકમાં કોણ કોણ હતું હાજર?

બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર હાજર હતા તેવી માહિતી સામે આવી છે.  લગભગ દોઢ કલાક જેટલી ચાલેલી બેઠક બાદ આગળનો એક્શન પ્લાન એસઆઈટીના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યો હતો. 


શું કહ્યું એસઆઈટીના અધ્યક્ષે? 

મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે રાજકોટ અગ્નિકાંડ મામલે હવે તમામ IAS, IPS અધિકારીઓની  પૂછપરછ કરવામા આવશે. કલેક્ટર, મનપા કમિશનરોની પણ  પૂછપરછ થશે. 2021થી 2024 દરમિયાનના સેવા બજાવનાર તમામ પોલીસ કમિશનરોની પણ  પૂછપરછ થશે. એવું કહેવામાં આવ્યું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે ત્યારે જોવું રહ્યું કે આ મામલે એસઆઈટી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેની પર સૌ કોઈની નજર રહેશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.