ફરી સક્રિય થયા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, ટ્વિટર પર શેર કરી એક પોસ્ટ જેમાં લખ્યું છે કે " હું લડીશ "


  • Published By :
  • Published Date : 2023-07-29 13:53:13

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અનેક કૌભાંડોનો પર્દાફાશ તેમણે કર્યો છે. ત્યારે થોડા મહિનાઓ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ નહીં પરંતુ ડમી ઉમેદવારો બેસાડવામાં આવે તેવો ઘટસ્ફોટ તેમણે કર્યો હતો. ડમીકાંડ મામલે તેમણે પ્રેસકોન્ફરન્સ કરી હતી અનેક નામોનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે એ મામલે કાર્યવાહી કરવામાં આવી. ત્યારે અચાનક એ કેસમાં તોડકાંડ સામે આવ્યો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવાયો હતો. 

થોડા દિવસો પહેલા યુવરાજસિંહને મળ્યા હતા જામીન 

તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ સહિત 6 લોકોની ધરપકડ કરાઈ હતી. થોડા સમયની અંદર પાંચ લોકોને જામીન પર છોડવામાં આવ્યા હતા. ત્યારે થોડા દિવસો પહેલા જેલવાસ ભોગવી યુવરાજસિંહ બહાર આવ્યા છે. જ્યારે જ્યારે પણ યુવરાજસિંહ મીડિયા સમક્ષ રજૂ થયા છે ત્યારે તેઓ કહેતા રહ્યા છે કે હજી ઘણું બધું બહાર આવવાનું બાકી. આ તો ટિઝર હતું ફિલ્મ હજી બાકી છે વગેરે વગેરે.. ત્યારે બહાર આવતાની સાથે જ ફરીથી તે એક્ટિવ ફોર્મમાં દેખાયા છે. થોડા દિવસો પહેલા તેમણે એક લાઈવ કર્યું હતું.   


ટ્વિટર પર શેર કરી પોસ્ટ 'હું લડીશ'...

ત્યારે આજે યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે એક મેસેજ લખ્યો છે ઉપરાંત એક વીડિયો ક્લીપ પણ શેર કરી છે. તે વીડિયોમાં પેપરોના અનેક કટિંગ હતા. કેપ્શન આપતા યુવરાજસિંહે લખ્યું છે હું લડીશ... એક કવિતા પ્રકારનું તેમણે લખ્યું છે જેમાં તેઓ કહેવા માગે છે કે હું ડગીશ નહીં પણ અડીખમ બનીને લડીશ... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે