STORY BY - BHAVIK SUDRA
વેરાવળ એસ. ટી ડેપોના અધિકારીઓ દ્વારા વેરાવળ થી કિડીવાવ અભ્યાસ અર્થે જતાં વિધાર્થી ઓ સાથે અસભ્ય વર્તન કરતાં હોબાળો
રજૂઆત માટે ગયેલા વિધાર્થી ઑને અધિકારી કહ્યું "કિડીવાવ શું ભણવા જાવ છો વેરાવળમાં ભણો,તમે જે ધંધા કરો છો તે અમને ખબર છે ઉપડો અહીથી બસોનું કઈ નહીં થાય"
વેરાવળ એસ.ટી ડેપો ફાઇલ તસ્વીર
વેરાવળ ડેપોમાં વિધાર્થીઓ સહિત મુસાફરો અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો ડેપો બહાર રોડ પર બેસી બસોને રોકવાનો પ્રયાસ કરતાં ટ્રાફિક જામ થયું હતું ત્યાર બાદ લોકોએ સમજાવ્યા અને તમામ લોકો ડેપોમાં ગયા અને ત્યાં ફરી હોબાળો મચાવી ડેપો ખાતે ધરણાં પર બેસી ગયા હતા અને ડેપોના અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.અને આ અધિકારી સામે પગલાં નહિ લેવામાં આવે તો વિધાર્થીઓ દ્વારા ફરી આંદોલનની ચીમકી આપી હતી
સમયસર બસો ન આવવાના આક્ષેપ સાથે અનેક વાર વિધ્યાર્થી અને મુસાફરોએ બસ ડેપોમાં હોબાળો મચાવ્યો હતો.વિધાર્થીઓનું કહેવું છે કે બસો સમયસર આવતી નથી અને આવે છે તો અમને બસોમાં ચડવા નથી દેતા અને કહે છે બસ ફૂલ છે.વિધાર્થીઓ પાસે બસનો પાસ હોવા છતાં પણ વિધાર્થીઓને ભાડું ચૂકવી રિક્ષામાં આવવા મજબૂર કરે છે
વિધ્યાર્થીઓએ ડેપોના ઉપરી અધિકારીને લેખિક રજૂઆત કરી
અગાવ 2 સપ્ટેમ્બરના રોજ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપડમાં વિધાર્થીઓ અને મુસાફરોએ બસો રોકી ચક્કાજામ કર્યો હતો.સુત્રાપાડા થી વેરાવળ જતી તમામ બસોને અટકાવી વિધાર્થીઓ આકરા પાણીએ જોવા મળ્યા હતા.આ વાતની વેરાવળ ડેપોમાં જાણ થતાં ડેપો મેનેજર દ્વારા સમજાવતા અને બીજી બસો ચાલુ કરી આપવાની ખાતરી આપી હતી ત્યાર બાદ વિધાર્થીઓએ બસોને વેરાવળ ડેપો ખાતે રવાના કરી હતી
2 સપ્ટેમ્બરના રોજ સુત્રાપાડામાં વિધ્યાર્થીઓએ એસ.ટીનો વિરોધ કર્યો હતો
દેશના ભવિષ્ય વિધાર્થીઓ સાથે આવું ગેરવર્તન કરતાં અધિકારી સામે શું પગલાં લેવામાં આવે છે એ જોવાનું રહ્યું અને જો આ અધિકારી સામે પગલાં નહીં લેવામાં આવે તો વિધાર્થીઓ દ્વારા ફરી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
                            
                            





.jpg)








