અભ્યાસ માટે વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે જીવને જોખમમાં! Social Media પર Viral થયો Gujaratનો વીડિયો જેમાં... જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-16 14:39:28

ગુજરાતને વિકસીત ગુજરાત તરીકે દેશભરમાં દર્શાવવામાં આવે છે. ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે તેના ઉદાહરણો દેશના અનેક રાજ્યોમાં આપવામાં આવે છે. વિકાસનો પર્યાય જાણે ગુજરાત બની ગયો હોય તેવી રીતે દર્શાવવામાં આવે છે! પરંતુ વિકસીત ગણાતા ગુજરાતમાં આજે પણ એવા ગામો છે જે વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે. અનેક ગામોમાં બસોની સુવિધા ન હોવાને કારણે જે બસ આવે છે તેમાં લોકો સવારી કરતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એસટી બસમાં મોટી સંખ્યામાં, જીવના જોખમે વિદ્યાર્થીઓ સફર કરી રહ્યા છે. એસટી બસની ટેગલાઈન છે સલામત સવારી એસટી બસ અમારી. પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે વાતને ખોટી સાબિત કરે છે. એક જ બસમાં અનેક બાળકોને બેસાડવામાં આવ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો બોડેલીથી ખાટીયાવાટ તરફ જતી એસટી બસનો છે.    


ભણવા માટે વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે મુસાફરી

ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો છે તેવી રીતે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાતનો વિકાસ થયો છે તેની ના નથી, પરંતુ અનેક ગામો આજે પણ એવા છે વિકાસ માટે ઝંખે છે. અનેક જગ્યાઓ પર પહોંચવા માટે પાકા રસ્તા નથી, દેશના ભાવિને સારૂં શિક્ષણ મળે તે માટે શાળાઓની સુવિધા નથી વગેરે વગેરે... અનેક ગામડાઓ એવા હોય છે જ્યાં હાથે ગણી શકાય તેટલી બસો આવતી હોય છે. ઓછી બસો આવતી હોવાને કારણે જે બસ આવે છે તેમાં લોકો બેસી જાય છે. અનેક ગામડાઓ એવા છે જ્યાં શાળાઓ નથી. ત્યારે ભણવા માટે પણ વિદ્યાર્થીઓને દૂર જવું પડે છે. 


જો અકસ્માત થાય તો જવાબદાર કોણ?  

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે એસટી બસમાં સવારી કરી રહ્યા છે. એસટી બસને સલમાત સવારી કહેવામાં આવે છે પરંતુ અનેક વખત આવી સવારી જોખમી સવારી સાબિત થઈ શકે છે. જે વીડિયો તામે આવ્યો છે તે બોડેલીથી ખાટીયાવાટ તરફ જઈ રહેલી બસનો હોવાનું અનુમાન છે. આની પહેલા પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં બાળકો જીવના જોખમે મુસાફરી કરતા હોય. મહત્વનું છે કે અનેક ગામડાઓ એવા છે જ્યાં બસની સુવિધાઓ નથી હોતી. જે બસ મળે તેમાં સવારી કરવી પડતી હોય છે. મહત્વનું છે કે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?        




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..