Mehsanaની આ બાળમંદિરના ભૂલકાઓ બહાર બેસીને ભણવા મજબૂર! શિક્ષણ પાછળ કરોડો ખર્ચાય છે પરંતુ..


  • Published By :
  • Published Date : 2023-10-23 12:50:25

વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે પ્રેરિત થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. અનેક કાર્યક્રમો લોન્ચ કરવામાં આવે છે. 'પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા' જેવા પ્રોગ્રામ લોન્ચ કરાય છે પરંતુ ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે, શિક્ષણની વાસ્તવિક્તા શું છે તેનાથી આપણે વાકેફ છીએ. અનેક વખત શાળામાં જઈ જમાવટની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવે છે જેમાં વાસ્તવિક્તા ઉજાગર થતી હોય છે. ત્યારે મહેસાણાના ધનાલી ગામમાં આવેલી બાળમંદિરની મુલાકાત જમાવટની ટીમે લીધી ત્યારે જે દ્રશ્યો દેખાયા તે આપણને નિરાશ કરી દે તેવા છે. ગુજરાતની અનેક સરકારી શાળાઓ કદાચ આ હાલતમાં જ હશે તેવું તમે આ દ્રશ્યો જોઈને મનમાં કહેશો.. 


જર્જરિત બિલ્ડીંગમાં ભણવા બાળકો મજબૂર!

ગુજરાતની સરકારી શાળા કેવી પરિસ્થિતિમાં છે તેનો રિપોર્ટ અનેક વખત જમાવટ દ્વારા બતાવવામાં આવ્યો છે. શાળાની જર્જરિત થઈ ગયેલી બિલ્ડીંગ અનેક વખત જમાવટના કેમેરામાં કેદ થઈ છે. શિક્ષણ પાછળ ભલે સરકાર કરોડોનો ખર્ચ કરતી હોય પરંતુ કરોડો ખર્ચ કર્યા બાદ પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય છે. જર્જરિત થઈ ગયેલી બિલ્ડીંગમાં ભણવા ધનાલીમાં આવેલી જીવાબા બાલમંદિરના વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. 


કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચાય છે પરંતુ આ છે વાસ્તવિક્તા..

સરકારી શાળામાં અદ્યતન સુવિધાઓ મળે, શાળામાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણે જાણીએ છીએ. થોડી સરકારી શાળાઓ સારી હશે પરંતુ મુખ્યત્વે એવી અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં પાયાની સુવિધાઓ નથી હોતી. બિલ્ડીંગ ગમે ત્યારે પડી જશે તે ચિંતા વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને રહેતી હોય છે. 


જીવન પર જોખમ હોવાને કારણે બહાર બેસવા બાળકો મજબૂર 

સરકારી શાળાની વાત  એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે મહેસાણાના ધનાલીમાં આવેલી જીવીબા બાલમંદિરની પરિસ્થિતિ અમે જોઈ છે. જમાવટની ટીમે ત્યાં જઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. એ શાળાની હાલત એવી છે જેને જોઈને આપણા મનમાં પ્રશ્ન થાય કે આ શાળા વિકાસશીલ મનાતા ગુજરાતની છે? ગુજરાતમાં થતા વિકાસના કાર્યોની વાતો વિશ્વભરમાં થતી હોય છે તે રાજ્યની શાળા આવી છે? પરંતુ આ નરી વાસ્તવિક્તા છે કે બાલમંદિરની બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ છે. બાળકને અંદર બેસાડવામાં આવે તો તેમના જીવન પર જોખમ રહે તે માટે આંગણવાડીના બાળકોને બહાર બેસાડવામાં આવ્યા છે. આંગણવાડીને લઈ અનેક વખત રજૂઆત કરી પરંતુ સરપંચ આ વાતને ગંભીરતાથી નથી લઈ રહ્યા. 


સારૂં શિક્ષણ મેળવવું દરેક વિદ્યાર્થીનો અધિકાર 

મહત્વનું છે કે જો પાયાનું શિક્ષણ જ બાળકોને સારૂં આપવામાં નહીં આવે તો તે પોતાના ભાવિનું ઘડતર કેવી રીતે કરી શકશે? શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતર પર મહત્વનો રોલ નિભાવે છે, એ શિક્ષા બાળક સાથે આજીવન રહે છે. શાળામાં અપાતા શિક્ષણની જરૂરિયાત સમજવી પડશે. આ તો માત્ર એક જ શાળાનીપરિસ્થિતિ બતાવી છે અનેક શાળાઓ એવી હશે જ્યાં આવી જ પરિસ્થિતિ હશે. અનેક અંતરિયાળ ગામોમાં આવી જ બિલ્ડીંગોમાં દેશનું ભાવિનું ઘડતર થતું હશે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.