Veer Narmad South Gujarat Universityના વિદ્યાર્થીઓએ તમામ હદ વટાવી! એક્ઝામશીટમાં શિક્ષકો માટે લખી ગાળો! જાણો


  • Published By :
  • Published Date : 2023-12-02 17:05:17

કોલેજ લાઈફને અનેક લોકો બેસ્ટ લાઈફ માને છે. કોલેજના કિસ્સાઓ આજે પણ આપણા મનમાં હોય છે. આપણે અનેક વાર એવું સાંભળ્યું હશે  છે કે યાર અમને આ જવાબના આવડ્યો તો અમે તેના જવાબમાં ગીતો લખી આવ્યા, વાર્તા લખી આવ્યા પણ માણસના વિચારો બદલાયા છે. વિકૃતીની બધી હદ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વટાવી છે. પેપરમાં કામસૂત્રની વાર્તા, પ્રેમ કહાની લખી આવ્યા.  

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓન-ડિમાન્ડ પરીક્ષા પદ્ધતિનો  અમલ કરાશે | Veer Narmad South Gujarat University In Surat

વીર નર્મદ યુનિવર્સિટીથી સામે આવ્યો કિસ્સો!

એક સમય હતો જ્યારે બાળકો માતા પિતાના કહ્યામાં હતા, શિક્ષકોના કહ્યામાં હતા. પરીક્ષાને વિદ્યાર્થીઓ ગંભીરતાથી લેતા હતા. પરંતુ હવે સમય અને જમાનો બદલાયો છે. એવા અનેક વિદ્યાર્થીઓ હશે જે શિક્ષકનો આદર નહીં કરતા હોય. તેમના દ્વારા આપવામાં આવતી સલાહને ગંભીરતાથી નહીં લેતા હોય. પરીક્ષાને ગંભીરતાથી નહીં લેતા હોય. આ બધી વાતો એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વીર નર્મદ યુનિવર્સિટીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે વિકૃતિની તમામ હદો પાર કરી દીધી છે. અહીંયા ભણતા વિદ્યાર્થીઓએ પરીક્ષાના પેપરમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી છે.


ઉત્તરવહીમાં પ્રોફેસરો માટે લખી ગાળો

વીર નર્મદ યુનિવર્સિટીની બેચરલ ઓફ  કોમર્સ અને બેચલર ઓફ આર્ટ્સની મુખ્ય જાહેર પરીક્ષામાં ગયા મહિને યોજાઈ હતી. જેમાં છ વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબને બદલે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. છ વિદ્યાર્થીઓમાંથી એકે મહિલા પ્રોફેસરો તથા આચાર્યો માટે અપશબ્દો લખ્યા હતા. તો કેટલાકે ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની લખી હતી.  હવે આ વિચારીને પણ કેવું લાગે કે આ બધાએ વિકૃતિની બધી હેદ વટાવી અને પેપરમાં આવું બધું લખી આવ્યા. 


મામલો બહાર આવ્યો તે બાદ....

આવી વાર્તાઓ જવાબમાં લખવા સામાન્ય નથી. 6 વિદ્યાર્થીઓએ લખ્યું છે એટલે આ બધુ પહેલાથી પ્લાન જ હોય તેવું લાગે છે. વિદ્યાર્થીઓએ પ્રોફેસરને હેરાન કરવા આ લખ્યું હોય, પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે બધા હચમચી ગયા હતા. તમામ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા અને પછી એ બધાએ પોતાની ભૂલ કબુલી. એ લોકોને 0 માર્ક આપીને એમની જોડેથી 500 રૂપીયા દંડ લેવામાં આવ્યો. 


યુવાનોમાં વદી રહી છે વિકૃતિ!

આ ઘટના બાદ નર્મદ યુનિવર્સિટીએ નિયમો બદલવા પડ્યા. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો પછી તેને રૂ. 1,000ની પેનલ્ટી થશે. તે સાથે જ વિદ્યાર્થીએ માનસિક રીતે સ્વસ્થ હોવાનું સર્ટિફીકેટ પણ રજૂ કરવું પડશે, તો જ આ વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. એટલે જે લોકો આ કરે છે એ તો ખરેખર માનસિક રીતે આસ્વસ્થ જ છે આવી ઘટનાઓ સામે આવે ત્યારે ખ્યાલ આવે કે યુવાનોના મગજમાં આજકાલ શું ચાલતું હોય છે. રામ જાણે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેંટમાં જણાવો!



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.