નિર્મલા સીતારમનને અર્થંતંત્રમાં કંઈ પણ ખબર પડતી નથી: સુબ્રમણ્યમ સ્વામી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 16:06:32


ભાજપના નેતા, રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને અગ્રણી અર્થશસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ નાણામંત્રી નિર્મલા સીતારામનને નિશાન બનાવતા આકરૂ નિવેદન કર્યું છે. અમેરિકાની મુલાકાતે પહોંચેલા નાણામંત્રી નિર્મલા સીતારમને એક નિવેદન આપતા કહ્યું હતું કે રૂપિયો નબળો નથી પડી રહ્યો, પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે. સીતારમનના આ નિવેદને ભારતમાં ખાસ્સો વિવાદ સર્જ્યો હતો, આ નિવેદન બાદ અનેક નિષ્ણાત અર્થશાસ્ત્રીઓએ સીતારમનની ઝાટકણી કાઢી છે.


શું કહ્યું સુબ્રમણ્યમ સ્વામીએ?


સુબ્રમણ્યમ સ્વામીએ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે નિવેદન આપતાં કહ્યું કે, દુનિયાભરમાં આપણા નાણામંત્રીને મૂર્ખ માનવામાં આવે છે. ડોલર સાથે રૂપિયો કેમ મજબૂત ના થયો ? નિર્મલા સીતારમનને ઇકોનોમીમાં કંઈ પણ ખબર નથી પડતી. સારી અર્થ વ્યવસ્થા માટે વ્યાજદર ઓછો કરવો પડે. ફિક્સ ડિપોઝિટના દરમાં વધારો કરવો જરૂરી. ઊંચા વ્યાજદરના કારણે નાના ઉદ્યોગોને સમસ્યા થાય છે. સ્વામીએ વધુમાં કહ્યું કે ભારતે જો 5 ટ્રીલિયનનું અર્થતંત્ર બનવું હોય તો સતત 15 ટકા ગ્રોથ રેટ જરૂરી છે, અત્યારે તે ગ્રોથ રેટ માત્ર 5 ટકા જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકો ખોટી સલાહ આપી રહ્યા છે.  સારી અર્થવ્યવસ્થા માટે વ્યાજદર ઓછો કરવો જરૂરી છે. 


નિર્મલા સીતારમને અમેરિકામાં શું બફાટ કર્યો હતો?


ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમન આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે રવિવારે (16 ઓક્ટોબર) વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ પર તેમણે કહ્યું કે રૂપિયો નબળો નથી પડી રહ્યો, આપણે તેને એ રીતે જોવું જોઈએ કે ડોલર મજબૂત થઈ રહ્યો છે, પરંતુ જો આપણે અન્ય બજારની કરન્સી પર નજર કરીએ તો, રૂપિયો ડોલરની સરખામણીમાં ઘણો સારો દેખાવ કરી રહ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે