સાંસદ Parshottam Rupala અને Geniben Thakorને સોંપવામાં આવી મોટી જવાબદારી, આ પ્રતિષ્ઠિત સંસ્થાના બનાવવામાં આવ્યા સભ્ય


  • Published By :
  • Published Date : 2024-08-03 17:34:42

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ગુજરાતમાં કોઈ બે નામની ચર્ચા હતી તો એ હતા પરષોત્તમ રુપાલા અને ગેનીબેન ઠાકોરના... ફરી એકવાર આ બે નામની ચર્ચા થઈ છે એટલા માટે કેમ કે ભારત સરકારે તેમને મોટી જવાબદારી આપી છે..... બનાસકાંઠાના સાંસદ ગેનીબેન અને રાજકોટના સાંસદ પરષોત્તમ રુપાલાને ભારત સરકારે વધુ એક જવાબદારી આપી છે......



ગેનીબેન ઠાકોરને અને પરષોત્તમ રૂપાલાને સોંપવામાં આવી જવાબદારી

લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં પરષોત્તમ રુપાલા પોતે કરેલી ટિપ્પણીના કારણે ચર્ચામાં હતા. તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાંસદ બનવા માટે એકલાહાથે ભાજપની સામે લડ્યા એવી ચર્ચાઓ હતી... હવે સાંસદ બની ગયા છે બંને નેતાઓ અને ભારત સરકારે તેમને જવાબદારી આપી છે... બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજકોટના સાંસદ પરષોતમ રૂપાલાને વધુ એક જવાબદારી ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. 




રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા બે સાંસદોને 

આરોગ્ય વિભાગ તરફથી તેમને હવે દર્દીઓની કાળજી લેવા અને રાજકોટમાં AIIMSના સભ્ય પદે રહેવા માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અને રાજકોટના સાંસદ પરષોતમ રૂપાલાને ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા છે. સાથે જ રાજકોટના AIIMSના સભ્ય પદે રહી દર્દીઓની સારવારમાં અગ્રેસર રહો તેવી શુભેચ્છાઓ ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી પાઠવવામાં આવી છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આ માહિતી આપી છે. 




બંને નેતાઓને પાઠવામાં આવી રહ્યા છે અભિનંદન

જોકે સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકોટ AIIMSના સભ્ય બનાવતા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ગેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સાથે જ રાજકોટ AIIMS ના સભ્ય બનાવતા સાંસદ પરષોતમ રૂપાલાને ભાજપ આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. આ નિમણૂક સાથે, ગેનીબેન ઠાકોર હવે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગેનીબેન ઠાકોરની નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 



સંસદમાં ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા અનેક મુદ્દા

ઘણા લોકોએ આશા વ્યક્ત કરી છે કે એઈમ્સના પદ પર રહીને ગેનીબેન દર્દીઓની સેવામાં અગ્રેસર રહેશે. આ સાથે જ રુપાલાને પણ આ પદ મળ્યું છે એટલે તેમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા પછી સંસદમાં સતત ગુજરાતના મુદ્દા ઉઠાવતા રહ્યાં છે... અગાઉ 31 જુલાઈએ ગેનીબેન અમિત શાહને પણ મળ્યા હતા. ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP (બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે વર્ષ 2020થી બંધ કરી દેવામાં આવી છે. તે ગ્રાન્ટ ત્રણેય જિલ્લાઓને ચુકવવાની માગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની  રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.