Ram Mandir Pratistha કાર્યક્રમમાં સામેલ ન થવા મામલે Congressને Sudhanshu trivediએ ઘેરી, કહ્યું કોંગ્રેસ બહિષ્કારની પાર્ટી છે...


  • Published By :
  • Published Date : 2024-01-11 15:23:43

જેમ જેમ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસે ન આવવાનો નિર્ણય કર્યો છે તે બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાના નિર્ણય પર ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પાર્ટીની આલોચના કરી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો. 2004થી 2009 સુધી કોંગ્રેસે કારગિલ વિજય દિવસનો બહિષ્કાર કર્યો. અટલ બિહારી વાજપૈયીની સરકારના નેતૃત્વમાં મે 1998માં કરવામાં આવેલા પરમાણુ પરિષણ બાદ પણ કોંગ્રેસે 10 દિવસ સુધી કોઈ નિવદેન આપ્યું ન હતું, જનતા પણ તેમને સત્તાથી બહિષ્કાર કરી રહી છે....

કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કરતા ગરમાઈ રાજનીતિ! 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થવાની છે. અનેક ભક્તો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. અનેક દાયકાઓ બાદ આ ક્ષણ આવી રહી છે જ્યારે ભગવાન રામની મૂર્તિની સ્થાપના થવાની છે. રામ મંદિર આમંત્રણને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક રાજનેતાઓને, ફિલ્મ સ્ટાર્સને, સાધુ સંતો સહિત અનેક દિગ્ગજ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. તે બાદ રાજનીતિ ગરમાઈ ગઈ. ભાજપના સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કોંગ્રેસ મહાત્મા ગાંધીની નહીં પરંતુ... 

વધુમાં તેમણે કહ્યું કે આ નહેરૂની કોંગ્રેસ છે, ગાંધીની કોંગ્રેસ નથી. મહાત્મા ગાંધી રઘુપતિ રાઘવ રાજા રામ ગાતા હતા અને આજની કોંગ્રેસ છે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નથી થઈ રહ્યા. આ પરથી ખબર પડે છે કે કોંગ્રેસ હિંદુ ધર્મ અને હિંદુત્વના વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે આ વખતે મોકો હતો કે તે પોતાને બદલી શકે. પરંતુ તેમણે આ વખતે પણ તે ન કર્યું. આજે રામરાજ્યની પ્રાણ પ્રતિષ્ઠાના શ્રી ગણેશ થઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસ તેના પક્ષમાં નથી. આથી ખબર પડે છે કે ગાંધીજીની કોંગ્રેસ અને નહેરૂની કોંગ્રેસમાં બહુ અંતર છે. કોંગ્રેસની અંદર હિંદુ ધર્મ પ્રતિ જે વિરોધ છે તે બહાર આવે છે.     

રવિશંકરે પણ આ મામલે આપી પ્રતિક્રિયા 

સુધાંશુ ત્રિવેદી ઉપરાંત બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ બહુ દુર્ભાગ્ય, પીડાદાયક અને શરમજનક છે. તેમણે સદૈવ રામ જન્મ ભૂમિનો વિરોધ કર્યો. કોંગ્રેસ પાર્ટીએ દેશ પર રાજ કર્યું હતું તો પણ આજે તે સમેટાઈ ગઈ છે. આગામી ચૂંટણીમાં તેમના સૂપડા સાફ થઈ જશે. શું આ કોઈ સંઘનો કાર્યક્રમ છે? આ રાષ્ટ્રનો કાર્યક્રમ છે, પૂરી દુનિયા આની પ્રતિક્ષા કરી રહી છે...



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.