બનાસકાંઠાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતાં પિતાનો આપઘાતનો પ્રયાસ, 5 શખ્સો સામે ફરિયાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 14:39:02

રાજ્યમાં ડીસા તાલુકાના માલગઢમાં ધર્મ પરિવર્તન કરી ચુકેલી પત્ની,પુત્રી અને પુત્રની હેરાનગતિથી ત્રાસેલા પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા હડકંપ મચ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનારા હરેશભાઇ સોલંકીના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવતા પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગત એવી છે કે રાજપુર ગવાડી ગામના એક વિધર્મી યુવકે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતી નેહા સોલંકી સાથે એજાજ શેખે પ્રેમ લગ્ન કર્યા હતા, બાદમાં યુવતીની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કર્યું હતું. એજાજ શેખે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી ત્રણેને અલગ રહેવા માટે 25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


5 લોકો સામે ફરિયાદ 


પરિવારમાં ધર્મ પરિવર્તન  થતા પિતા હરેશભાઇ સોલંકીને ખુબ જ આઘાત લાગ્યો હતો. તેમાં પણ પુત્રએ તેમની સામે હાઈકોર્ટમાં અરજી કરી 25 લાખની માંગણી કરતા કંટાળેલા પિતાએ પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ પોલીસે આત્મહત્યા માટે મજબુર કરવા, બળજબરી પૂર્વક નાણા પડાવવા, મદદગારી સહિતની કલમો 306,511, 384,506.1 અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે