પાકિસ્તાનમાં ભીષણ આત્મઘાતિ હુમલો, 9 પોલીસકર્મીઓના મોત, 13થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-03-06 14:32:06

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સોમવારે ભયાનક આત્મઘાતિ બોમ્બ વિષ્ફોટ થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત અને 13થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો બોલન જિલ્લામાં થયો છે, પોલીસ કમિશનરે પણ 9 પોલીસકર્મીઓના મોતની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે આ વિષ્ફોટ કાબ્રી પુલ પર થયો છે. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો કે આ આત્મઘાતિ હુમલો હતો, જો કે હજું સુધી આ વિષ્ફોટની  કોઈ પણ આતંકી સંગઠનો જવાબદારી લીધી નથી.


કઈ રીતે થયો હુમલો?


આત્મઘાતિ હુમલા અંગે જાણકારી આપતા પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે બલૂચિસ્તાનમાં (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ટ્રક સાથે મોટરસાઇકલ અથડાવી હતી, જેમાં નવ પોલીસકર્મીઓના મોત થયા હતા.પોલીસકર્મીઓ સીબી મેળામાંથી પરત ફરી રહ્યા હતા, તે જ સમયે રસ્તામાં આત્મઘાતિ હુમલાખોરે ભીષણ હુમલો કરીને પોતાને ઉડાવી દીધો હતો. SSPના જણાવ્યા પ્રમાણે ઘાટલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


બલોચ બળવાખોરો પર શંકા


હુમલા પાછળ બલોચ વિદ્રોહીઓનો હાથ હોવાની આશંકા છે, બલોચ વિદ્રોહીઓ અવારનવાર બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવે છે. તેઓ ચીનના CPEC પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહ્યા છે. 









નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે