Sukhdev Singh Gogamedi Murder Case: Rajasthanમાં બંધનું એલાન, ગોળી મારનાર શખ્સોની થઈ ઓળખ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 12:06:58

રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા ગઈકાલે કરવામાં આવી હતી. મંગળવારે ધોળા દિવસે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. હત્યાના સમાચાર સાંભળી રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ. હત્યાના વિરોધમાં રાજસ્થાનમાં બંધનું એલાન આપ્યું છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે બે શૂટર્સની ધરપકડ કરી છે તેવી માહિતી સામે આવી છે. 

આજે રાજસ્થાન બંધનું આપ્યું છે એલાન!

ગઈકાલથી એક સમાચારને લઈ હડકંપ મચી ગયો હતો, દરેક જગ્યા પર એની ચર્ચા થઈ રહી હતી. રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરાઈ. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરનાર ગેંગસ્ટર રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લેતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગોગામેડી સાથેની ઘટના વખતે હાજર રહેલા અજિત સિંહને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા. હત્યાના સમાચાર મળતા જ ગોગામેડીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે.


બે શૂટર્સની પોલીસે કરી ધરપકડ! 

હત્યા મામલે એક નવી અપડેટ સામે આવી છે જે મુજબ આ કેસમાં પોલીસે બે શૂટર્સની ધરપકડ કરી છે. પરંતુ હત્યા મામલે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.  માહિતી અનુસાર હત્યાના આરોપી નવીનને તેમની સાથે ગોગામેડીના ઘરે લઈને ગયા હતા. નવીનના મોત બાદ પોલીસે તેના પરિવારથી જાણકારી લઈને કાર્યવાહી કરી છે. પોલીસે જે વ્યક્તિઓની ધરપકડ કરી છે તેમની ઓળખ જાહેર કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે જયપુરના ઝોટવાડાના રહેવાશી રોહિત રાઠોડની તેમજ હરિયાણાના મહેન્દ્રગઢના નિતિન ફૌજીની પણ ધરપકડ કરી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે