Sukhdev Singh Gogamediના નશ્વરદેહને રાજપૂત સભા ભવન ખાતે લવાયો, અંતિમ દર્શન માટે ઉમટી લોકોની ભીડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-07 13:26:10

કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા જયપુરમાં સ્થિત તેમના જ ઘરમાં કરવામાં આવી. હત્યાના સમાચાર મળતા જ રાજપૂત સમાજના લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું. ગઈકાલે રાજસ્થાનમાં હત્યાને લઈ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તા પર બેસી સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો. અંતિમ સંસ્કાર માટે સુખદેવ સિંહના શરીરને તેમના વતન લઈ જવાશે. રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ ગોગામેડીના મૃતદેહને જયપુરમાં રાજપૂત સભા ભવનમાં રખાયો. તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પૈતૃક વતનમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ભવાની નિકેતન સ્કૂલ અને કોલેજમાં લોકોના અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો છે. 

અશોક ગેહલોતનો ઉલ્લેખ શીલા શેખાવત દ્વારા કરવામાં આવ્યો! 

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાન તેમજ દેશના અનેક રાજ્યોમાં તેમના સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનમાં બંધનું એલાન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં લોકોએ વિરોધમાં ભાગ લીધો. તેમની હત્યાને કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેમની પત્નીનો પણ હુંકાર જોવા મળ્યો છે. આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતી વખતે ગોગામેડીની પત્ની શીલા શેખાવતે હુંકાર ભરી હતી. આ કેસમાં દાખલ કરાયેલી FIRમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ ડીજીપીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને પર સુરક્ષા પુરી પાડવામાં બેદરકારી દાખવી હોવાનો આરોપ છે. 


એફઆઈઆરમાં શું કરાયો છે ઉલ્લેખ? 

જે FIR દાખલ કરવામાં આવી છે તેમાં એવો દાવો કરાયો છે કે, ગોગામેડીને સુરક્ષા આપવામાં આવે તે માટે 3 વખત 24 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 25 માર્ચે રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને DGPને પત્ર લખ્યો હતો. પરંતુ તેમણે જાણીજોઈને સુરક્ષા પુરી ન પાડી. આ એફઆઈઆર તેમના પત્ની શીલા શેખાવત દ્વારા કરવામાં આવી છે.  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..