સુરતમાં ભરઉનાળે અષાઢી માહોલ, લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી


  • Published By :
  • Published Date : 2023-04-18 18:56:38

રાજ્યના હવામાનમાં ફરી એક વખત પલટો જોવા મળ્યો છે, હવામાન વિભાગે પણ આ અંગે આગાહી મુજબ સુરત શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર  કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે.


લોકો આશ્ચર્યમાં મુકાયા


સુરતના હવામાનમાં બપોર બાદ અચાનક જ ફેરફાર થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે કેટલાક લોકો માર્ગો પર રીતસર અટવાઈ ગયા હતા. સુસવાટા મારતા પવન સાથે માવઠું થતાં શહેરના માર્ગો ભીના થયા હતા. ક્યાંક ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સમગ્ર શહેરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં ભર બપોરે 12 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ કેટલાક ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું.


કાળઝાળ ગરમીથી રાહત


સુરતમાં માવઠું થતાં ઉનાળાના આકરા તાપ અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી. બપોર બાદથી સમગ્ર શહેરમાં વરસાદી ઝાપટું પડી રહ્યું છે. દરમિયાન બપોર બાદ અચાનક જ શહેરના તમામ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદ વરસતા અનેરી ઠંડક પ્રસરી હતી. શહેરમાં ઉનાળો જાણે ગાયબ થઈ ગયો હોય અને ચોમાસા જેવી ઠંડક સમગ્ર શહેરમાં ફેલાઈ છે.


ખેડૂતોની ચિંતા વધી


સુરતના માંગરોળ અને લિંબાયત તાલુકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. માંગરોળ અને લિંબાયતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. બન્ને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચૈત્ર મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 



ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આપણી અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં આ કાયદાના લીરેલીરો ઉડતા હોય છે. ત્યારે કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે.

સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચી લીધી જેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો તેમના સમર્થકો દ્વારા. ત્યારે વિવાદને શાંત કરવા માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે હર્ષ સંઘવી સાબરકાંઠાના પ્રવાસે ગયા છે.

બેરોજગારીનું દર ભારતમાં પ્રતિવર્ષ વધી રહ્યું છે. શિક્ષિત યુવકો બેરોજગારો વધારે નોંધાયા છે. બેરોજગારોમાં શિક્ષિત લોકોની ટકાવારી સૌથી વધારે છે. આવનાર સમયમાં આ બેરોજગારી દર વધારે વધી પણ શકે છે.

ગુજરાતના અનેક સાંસદોના પત્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે. સાંસદોનું રિપોર્ટ કાર્ડ જોઈએ તો જે સાંસદોએ સંસદમાં ઓછા પ્રશ્ન પૂછ્યા છે તેમને ટિકીટ આપવામાં આવી છે.