AAPના સ્ટાર પ્રચારક ગુજરાતમાં, Chaitar Vasava અને Umesh Makwanaનો પ્રચાર કરવા Sunita Kejriwal આવ્યા ગુજરાત...


  • Published By :
  • Published Date : 2024-05-02 12:56:59

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26માંથી બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર તેઓ સભાને સંબોધવાના છે ઉપરાંત રોડ શોમાં પણ  તેઓ ભાગ લઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.. 

રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગજવી રહ્યા છે સભા 

લો કસભા ચૂંટણીને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. 7મી તારીખે મતદાન થવાનું છે.. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે.. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી પોતે ગુજરાત આવ્યા છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ હતો.. ત્યારે આપના ઉમેદવારનો પ્રચાર કરવા માટે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે..


સુનિતા કેજરીવાલ આવ્યા ગુજરાત..  

ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર આપે ચૈતર વસાવાને ટિકીટ આપી છે જ્યારે ભાવનગરમાં ઉમેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે... ત્યારે આ બંને ઉમેદવારો માટે પ્રચાર કરવા સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે... જનસભાને સંબોધવાના છે ઉપરાંત રોડશોમાં પણ તેઓ ભાગ લેવાના છે.. મહત્વનું છે કે આની પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રચાર માટે આવ્યા હતા.. મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં... 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.