સુનિતા વિલિયમ્સે કેમ NASAના રીહેબીલીટેશન કાર્યક્રમમાં જવું પડ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 13:48:38

 ૫૯ વર્ષના સુનિતા વિલિયમ્સ ૯ મહિનાની લાંબી અવકાશયાત્રા કરીને ધરતી પર પાછા ફર્યા છે .  આ અવકાશયાત્રા દરમ્યાન એક વિક્રમ પણ સ્થાપિત કર્યો છે . તેઓ અવકાશમાં સૌથી વધારે સ્પેસવોક કરનારા બીજા નંબરના અવકાશયાત્રી બન્યા છે . પરંતુ આ અવકાશયાત્રા દરમ્યાન તેમના શરીરને ઘણી આડઅસરો પહોંચી છે . જેની રિકવરી આવતા ખુબ લાંબો સમય લાગી શકે છે . ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરવાની રાહ સમગ્ર ભારતે ખુબ આતુરતાથી જોઈ હતી . સુનિતા વિલિયમ્સ આ પેહલા પ્રથમવાર ૨૦૦૬-૨૦૦૭માં ૧૯૬ દિવસ માટે અવકાશમાં ગયા હતા આ પછી તેઓ ફરીવાર ૨૦૧૨માં ૧૨૭ દિવસ માટે અવકાશમાં ગયા હતા. જોકે આ તેમનો ત્રીજો અવકાશ પ્રવાસ ખુબ જ લાંબો હતો . 

Sunita Williams - Wikipedia

હવે આપણે જોઈએ કે , અંતરિક્ષમાં ખુબ લાંબા સુધી રહેવા પર સુનિતા વિલિયમ્સના શરીર પર શું અસરો થઈ છે . તેમની માંસપેશીઓનું વજન ઓછું થયું છે કેમ કે આ માંસપેશીઓ માઇક્રોગ્રેવીટીમાં ક્ષમતા પૂર્વક કામ ના કરી શકે. સુનિતા વિલિયમ્સનું હૃદય પણ નબળું પડ્યું છે . આપણું હૃદય પણ માંસપેશીઓથી બનેલું છે અને હૃદય માઇક્રોગ્રેવીટીમાં એટલી મેહનત નથી કરતુ . જોકે સુનિતા વિલિયમ્સ પોતાના હૃદયની તંદુરસ્તી માટે ૯૦ મિનિટથી બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઇઝ કરતા હતા . બોઇંગ સ્ટારલાઈનરમાં તકનીકી ખરાબી આવતા એવું નક્કી થઈ ગયું કે તેમણે ખુબ લાંબા સમય સુધી અવકાશમાં રોકાવું પડશે. પરંતુ , આ પછી સુનિતા વિલિયમ્સે ખુબ જરૂરી વિજ્ઞાનના પ્રયોગો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાથ ધર્યા હતા . અવકાશમાં માઇક્રોગ્રેવીટીમાં રહેવાથી તમારી ઉમર ઝડપથી વધતી હોય છે . ધરતી પર પાછા ફર્યા બાદ કોઈ પણ અવકાશયાત્રીને નોર્મલ લાઈફમાં પાછા ફરતા વાર લાગી શકે છે . સુનિતા વિલિયમ્સ નાસાના ૪૫ દિવસ લાંબા રિહેબિલિટેશન કાર્યક્રમમાં જશે જ્યાં તેઓ સતત ડોક્ટર્સની દેખરેખમાં રહેશે . અહીં તેમના ઘણા મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે સાથે જ રોજ બે કલાકની ફિઝિકલ થેરાપી આપવામાં આવશે . 

Sunita Williams, Butch Wilmore's 45-day rehabilitation: How NASA astronauts  will adjust to life on Earth | World News - The Indian Express

૪૫ દિવસનો નાસાનો રિહેબિલિટેશનનો કાર્યક્રમ ૩ ચરણમાં હશે . પેહલા ચરણ અંતર્ગત તેમની માંસપેશીઓને મજબૂત કરવા લો ઇન્ટેન્સિટીવાળી શારીરિક એક્સરસાઇઝ કરાવડાવવામાં આવશે અને હળવી ફિઝિકલ થેરાપી આપવામાં આવશે . બીજા ચરણમાં હૃદયની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવામાં આવશે . માઇક્રોગ્રેવીટીમાં રહેવાથી હૃદયના સ્નાયુઓમાં સંકોચન આવે છે . માટે આ ચરણમાં ટ્રેડમિલ એક્સરસાઇઝ , સ્ટેશનરી બાઈક અને રેસિસ્ટંસ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવશે . નાસાના આ પોસ્ટ રિહેબિલિટેશનનો ત્રીજો ચરણ સૌથી લાંબો હશે જેમાં સુનિતા વિલિયમ્સની શારીરિક ક્ષમતા પ્રી-ફ્લાઇટ કન્ડિશનમાં પાછી લાવવામાં આવશે.  

What Is NASA? (Grades 5-8) - NASA

કોઈ પણ અવકાશયાત્રી માટે માઇક્રોગ્રેવીટીમાંથી , પૂર્ણ ગ્રેવીટીમાં આવવું એ ખુબ ચેલેંજિંગ હોય છે . સુનિતા વિલિયમ્સ પર કોઈ પણ અપડેટ માટે જોતા રહો જમાવટ .  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.