Supreme Courtએ Electoral Bondને લઈ અપનાવ્યું કડક વલણ, સુનાવણી દરમિયાન કાઢી SBIની ઝાટકણી, જાણો કોર્ટ રૂમમાં કોણે શું કરી દલીલ?


  • Published By :
  • Published Date : 2024-03-12 11:33:37

અનેક મુદ્દાઓને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવામાં આવી રહ્યું છે. અનેક એવા ચૂકાદા દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવી રહ્યા છે જે ચર્ચાનો વિષય બની રહ્યા છે. અનેક એવા ચૂકાદા છે જેમાં ચર્ચા થવી જોઈએ પરંતુ આજે વાત કરવી છે ચૂંટણી બોન્ડની. ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા એસબીઆઈ માટે કડક વલણ અપનાવામાં આવ્યું હતું. ચૂંટણી બોન્ડને લઈ એસબીઆઈને ડેટા સબ્મિટ કરવાનો હતો પરંતુ બેન્ક દ્વારા વધુ સમય આપવામાં આવે તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ડેટા આપવા માટે આજ સુધીનો સમય આપવામાં આવ્યો છે. 


સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી દલીલ જે રસપ્રદ હતી!

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજી પર સુપ્રીમ કોર્ટે 11 માર્ચે પોતાનો ચુકાદો આપ્યો છે. SBIએ ભારતના ચૂંટણી પંચ ECIને ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપવાની સમયમર્યાદા 30 જૂન સુધીનો આપવામાં આવે તે માટે અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા લંબાવવાનો ઈન્કાર કરી દીધો. આ વાત તો તમે જાણતા હશે પરંતુ સુપ્રીમ કોર્ટમાં જે દલીલો કરવામાં આવી તે ખુબ રસપ્રદ હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે SBIની અરજી ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે SBIએ 12 માર્ચ સુધીમાં આ ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત માહિતી જાહેર કરવી પડશે. ECI તેને 15 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા તેની વેબસાઈટ પર કમ્પાઈલ કરીને પ્રકાશિત કરશે.



કોને શું કરી દલીલ? 

આ કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચુડએ કહ્યું છે કે,SBIએ જે અગાઉ submission આપ્યા તેમાં  SBI પાસે માહિતી તૈયાર જ છે એટલે એસબીઆઈની ૩૦ જૂનની તારીખની અરજી ફગાવી દેવામાં આવે છે . તો આ તરફ SBIના વકીલ હરીશ સાલ્વે એ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કીધું હતું કે , અમારે માહિતીને ક્રમવાર ગોઠવવાની છે , તે માટે આ આખી પ્રક્રિયાને રીવર્સ કરવી પડશે , એક બેંક તરીકે અમને આ તમામ માહિતીને ગુપ્ત રાખવાનું કહેવામાં આવ્યું હતું .


એસબીઆઈને આપી હતી છેલ્લી તારીખ ડેટા સબમીટ કરવા માટે!

ત્યારે જસ્ટિસ સંજીવ ખન્નાએ એવું કીધું હતું કે, તમારે ખાલી sealed કવરને ઓપન કરી માહિતીને ક્રમવાર ગોઠવવાની રહેશે , અને તેનો ખુલાસો કરવાનો રહેશે . ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને પણ એક sealed એન્વેલોપમાં માહિતી કોર્ટમાં જમા કરાવવાનું કેહવામાં આવ્યું છે . આ તરફ આપને કહી દઈએ કે ફેબ્રુઆરીની ૧૫ તારીખે નામદાર સુપ્રીમ કોર્ટે ભારત સરકારની આ ઈલેક્ટોરિયલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવી બંધ કરી દીધી હતી , અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને માર્ચની  ૬ તારીખ સુધીમાં આ તમામ ઈલેક્ટોરિયલ બોન્ડની માહિતી ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને જમા કરાવવાનું કીધું હતું , 


આજ સાંજ સુધીમાં એસબીઆઈને કરવો પડશે ખુલાસો

ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને માર્ચની ૧૩ તારીખ સુધીમાં આ બધી જ માહિતી પોતાની વેબસાઈટ પર રજુ કરવાનું કીધું હતું. આ બાજુ સી.જે.આઈ ચંદ્રચુડે વધુ ટિપ્પણી કરતા કીધું હતું કે ઈલેક્ટોરિયલ બોન્ડ યોજનાની કલમ ૭ અને પેટ કલમ ૪માં એવું કહેવામાં આવ્યું છે કે આ યોજનાની તમામ માહિતી સ્ટેટે બેંક ઓફ ઈન્ડિયા પાસે રહેશે. અને જ્યારે કોઈ પણ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી આ માહિતીને રજુ કરવાનું કહે ત્યારે SBIએ તેનો ખુલાસો કરવો જ પડશે .  



આવો સમજીએ કે ELECTORAL બોન્ડ scheme છે શું ?

આ ઈલેક્ટોરલ બોન્ડ યોજના તત્કાલીન ભારત સરકારના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ૨૦૧૭ના બજેટમાં જાહેર કરવામાં આવી. આ માટેનું નોટિફિકેશન ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયું છે. ફેબ્રુઆરી ૧૫ સુધી એટલે કે જ્યાં સુધી સુપ્રીમે કોર્ટનો આદેશ નહોતો આવ્યો ત્યાં સુધી તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ issue એટલે કે આપી શક્તિ હતી. આ બોન્ડ ૧૦૦૦ના ગુણાંકમાં જ છાપી શકાય છે , તેની પર કોઈ પણ પ્રકારના મહત્તમ મૂલ્યની મર્યાદા નથી . આ બોન્ડ તમે દરેક નાણાકીય એટલકે financial quarterના પેહલા મહિનાના ૧૦ દિવસ માટેજ ખરીદી શકો છો. 


એક જ રાજકીય પક્ષને આપી શકાય છે!

જેમ કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર. પરંતુ લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં આ બોન્ડ બીજા ૩૦ દિવસ માટે પણ SBI દ્વારા વહેંચી શકાય છે . આ બોન્ડ તમે કાંતો ૧ વ્યક્તિ અથવા ભાગીદારીમાં પણ ખરીદી શકતા હતા. અહીં એક વાતની ચોક્કસ નોંધ લેવી રહી કે, આ બોન્ડ એ જ રાજકીય પક્ષોને તમે આપી શકો છે જે , Representation ઓફ પિપલ એક્ટ , ૧૯૫૧ અંતર્ગત રજીસ્ટર હોય અને આ પાર્ટીઓને છેલ્લી લોકસભા અને વિધાન સભામાં ૧ ટકા કરતા વધુ મત મળેલા હોવા જોઈએ . હવે વાત કરીએ કે જ્યારે સરકાર આ યોજના લઈને આવી ત્યારે તેમણે એવો તર્ક આપ્યો હતો કે , આ યોજના રાજકીય ભંડોળમાં પારદર્શિતા લાવવા માટે છે , ઉપરાંત આનાથી કાલા નાણાંનું કદ ઘટશે , અને દાન કરનારને right to Privacy એટલેકે ગોપ્નીયતાનો અધિકાર આપે  છે . 



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.