ગુજરાત સરકારને સુપ્રીમે આપ્યો મોટો ઝટકો, બિલકિસ બાનો કેસના દોષિતો સામે સુનાવણી શરૂ કરશે


  • Published By :
  • Published Date : 2023-03-22 18:35:11

સુપ્રીમ કોર્ટથી 2020ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો સાથે થયેલા બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરનારા 11 દોષિતોને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોની સમયથી પહેલા મુક્તિને પડકારનારી અરજીઓ પર સુનાવણી માટે રાજી થઈ ગઈ છે. તે માટે એક બેંચની રચના કરવા માટે પણ સંમત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે 15 ઓગસ્ટે દોષિતોને સમયથી પહેલા જેલમાંથી મુક્તી આપવામાં આવી હતી.


દોષિતો સામે અનેક અરજીઓ


પીડિતા બિલકિસ બાનો વતી સુપ્રીમ કોર્ટમાં તમામ ગુનેગારોની મુક્તિ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં તમામ દોષિતોને પાછા જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક અરજીમાં પણ સુપ્રીમ કોર્ટને તેના જૂના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને દોષિતોની મુક્તિ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. બિલકિસ બાનો તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે સમગ્ર કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર તેના પર કેવી રીતે નિર્ણય લઈ શકે?


શું છે સમગ્ર મામલો?


ગુજરાતમાં  ગોધરાકાંડ પછી 3 માર્ચ 2002ના રોજ રમખાણો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન દાહોદના લીમખેડા જિલ્લાના રંધિકપુર ખાતે બિલ્કીસ બાનોના ઘરમાં ટોળું ઘુસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલ્કીસ ખેતરમાં છુપાઈ ગઈ હતી. તોફાનીઓએ બિલ્કીસ બાનો અને તેની માતા સહિત અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી. જ્યારે તેની સાથે આ ઘટના બની ત્યારે તે 5 મહિનાની ગર્ભવતી પણ હતી. એટલું જ નહીં, તોફાનીઓએ બિલકિસ બાનોના પરિવારના 7 લોકોની પણ હત્યા કરી હતી. આ હુમલામાં 6 લોકો પણ ગુમ થયા હતા, જેમનો કોઈ અતોપતો મળ્યો નથી.


11 લોકોને સજા કરવામાં આવી હતી


CBIએ આ કેસમાં 11 લોકોની ધરપકડ કરી હતી. જેમને CBIની સ્પેશિયલ કોર્ટે 2008માં દોષિત ઠેરવ્યા હતા. તમામ દોષિતોને શરૂઆતમાં મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા, જો કે બાદમાં તેમને ગોધરાની જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ગયા વર્ષે તમામ દોષિતોને તેમની સજા પૂરી થાય તે પહેલા જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ગુનેગારોને મુક્ત કર્યા બાદ તેમનું પુષ્પહાર કરીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે