ED ડિરેક્ટરનો કાર્યકાળ લંબાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ફરી ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-27 21:28:55

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કાર્યકાળમાં હવે વધુ વધારો કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે મિશ્રાના કાર્યકાળને 15 ઓક્ટોબર સુધી વધારવાની વિનંતી કરી હતી. આ અંગે જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે, શું તમારો આખો વિભાગ બિનકાર્યક્ષમ છે? શું તમે આ વ્યક્તિ વિના કામ કરી શકતા નથી. આ અંગે ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે સંજોગો થોડા અસામાન્ય છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ને મુદ્દે પહેલેથી જ સંકેત આપવામાં આવ્યો હતો. FATF ટીમ 3 નવેમ્બરે ભારત આવશે. સંજય મિશ્રાના કાર્યકાળના વિસ્તરણને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જઈને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની સમીક્ષા ચાલી રહી હોવાથી સંજય મિશ્રાને 15 ઓક્ટોબર સુધી પદ પર ચાલુ રહેવાની મંજૂરી આપવામાં આવે. 


કેન્દ્રએ તેની અપીલમાં શું કહ્યું? 

 

કેન્દ્રએ તેની અપીલમાં કહ્યું હતું કે FATF સમીક્ષા દરમિયાન મિશ્રાની ગેરહાજરી ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રતિકૂળ અસર કરશે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કેન્દ્રને ફટકાર લગાવી છે. ગુરુવારે જ્યારે સુનાવણી થઈ, ત્યારે સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેમ્બર સુધી કાર્યકાળ વધારવાની મંજૂરી તો આપી પણ કેન્દ્ર સરકારને ઘણા અઘરા પ્રશ્નો પણ પૂછ્યા હતા. જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે જણાવ્યું હતું કે તે વ્યાપક જાહેર હિત અને રાષ્ટ્રીય હિતમાં કાર્યકાળ વધારવાની મંજૂરી આપી રહી છે પરંતુ મિશ્રા 15 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ પછી EDના પ્રત્યક્ષ રહેશે નહીં.


સંજય મિશ્રાનો કાર્યકાળ બે વખત લંબાવાયો


સંજય કુમાર મિશ્રાની પ્રથમ વખત 2 વર્ષ માટે 19 નવેમ્બર 2018ના રોજ EDના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પાછળથી, 13 નવેમ્બર, 2020 ના રોજના આદેશ દ્વારા, કેન્દ્ર સરકારે પૂર્વદર્શી અસરથી નિમણૂક પત્રમાં ફેરફાર કર્યો અને તેમનો બે વર્ષનો કાર્યકાળ બદલીને ત્રણ વર્ષ કરવામાં આવ્યો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે