Supreme Courtએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આપી મોટી રાહત, 17 મહિના બાદ જેલમાંથી બહાર આવશે સિસોદિયા


  • Published By :
  • Published Date : 2024-08-09 13:04:16

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાને મોટી રાહત મળી છે.. કથિત દારુ કૌભાંડમાં તેમને જામીન મળી ગયા છે.. 17 મહિના પછી તેઓ જેલની બહાર આવશે... રાહત તો મળી છે પણ અમુક શરતો પર તેમને જામીન મળ્યા છે...

17 મહિનાથી જેલમાં બંધ હતા મનીશ સિસોદિયા

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા છેલ્લા દોઢ વર્ષથી જેલમાં બંધ હતા.. સીબીઆઈ-ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓ તેમની સામે તપાસ કરી રહી છે.. સિસોદીયાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.... કોર્ટે દારૂ કૌભાંડ મામલે જામીન આપ્યા છે.... 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતા.... આજે જેલમાંથી બહાર આવ્યા છે... 



શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટે કહ્યું આ કેસમાં અત્યાર સુધીમાં 400થી વધુ સાક્ષીઓ અને હજારો દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા.. આગામી દિવસોમાં પણ આ કેસનો કોઈ અંત આવે તેવી શક્યતા નથી... આવી સ્થિતિમાં સિસોદીયાને કસ્ટડીમાં રાખવા તેમના સ્વતંત્રતાના મૂળભુત અધિકારોનું ઉલ્લંઘન હશે... કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ જામીનના મામલે સુરક્ષિત રમી રહી છે. સજા તરીકે જામીન નકારી શકાય નહીં. હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે.... સુપ્રીમ કોર્ટે સિસોદિયાને ત્રણ શરતો પર જામીન આપ્યા છે... તેમને 10 લાખ રુપિયાના બોન્ડ ભરવાના રહેશે... આ સિવાય તેમણે બે જામીન રજૂ કરવાના રહેશે... જ્યારે કોર્ટે ત્રીજી શરત એ રાખી છે કે, તેમને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો રહેશે... 



9 માર્ચે કરવામાં આવી હતી સિસોદિયાની ધરપકડ

CBIએ ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી EDએ મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચે તેની ફરી ધરપકડ કરી. સીબીઆઈ અને ઈડી બંને કેસમાં સિસોદિયાને જામીન મળ્યા છે.જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની બેંચે સિસોદિયાના જામીન પર ચુકાદો આપ્યો છે. બેન્ચે ત્રણ દિવસ પહેલા એટલે કે 6 ઓગસ્ટે જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. 



મનીષ સિસોદિયાએ કેસને લઈ કહ્યું હતું...

આ પહેલા 11 જુલાઈએ સિસોદિયાની જામીન રિવ્યુ પિટિશન પર સુનાવણી પહેલા જસ્ટિસ સંજય કુમારે પોતાને બેંચમાંથી અલગ કરી લીધા હતા, ત્યાર બાદ સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી. સિસોદિયાએ જામીન અરજી નામંજૂર કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સિસોદિયાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ઓક્ટોબર 2023થી તેમની સામેના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. આ મામલે ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.