રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લાના રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને હવે સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં ખુબ મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટએ અનિરુદ્ધસિંહ જાડેજાની સજામાફીને રદ કરી તેમને ૪ અઠવાડિયામાં સરેન્ડર થવા માટે આદેશ કર્યો હતો. તે પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 29 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ સ્પે. લીવ પીટીશન (ક્રિમીનલ) દાખલ કરી હતી. જે બીજા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ દાખલ થઈ હતી. તેના નંબર પણ પડી ગયા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ ઓગસ્ટીન જર્યોજની બેંચ સમક્ષ આ પીટીશનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે સુપ્રીમ કોર્ટમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાને કોઇ રાહત મળી નથી . વાત કરીએ ગુજરાત હાઇકોર્ટની , ગુજરાત હાઇકોર્ટેમાં ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ જાડેજાને જે ૨૦૧૮માં સજામાફી આપી હતી , તેની પર કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા , હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી . પિટિશન કરનાર હરેશ સોરઠીયાનું કેહવું છે કે , , તા ૨૯-૧-૨૦૧૮ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી.એસ. બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો તેના આધારે સજા માફી અપાઈ છે . કારણ એવું અપાયું છે કે , જાડેજાએ ૧૮ વર્ષનો જેલવાસ ભોગવ્યો છે પરંતુ , સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે.
તો હવે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે , સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘડો લીધો હતો. પછી ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલી આ સજામાફી રદ કરી છે. અને ૪ જ અઠવાડિયામાં સરન્ડરનો આદેશ કર્યો હતો. હવે અનિરુદ્ધ સિંહ જાડેજાએ આ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં રિટ કરી છે જેની પર હવે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી . આમ હવે અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. અનિરૂદ્ધસિંહ જાડેજા રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં છેલ્લા ચારેક મહિનાથી વોન્ટેડ છે. વોન્ટેડ હતા તે દરમિયાન જ હાઈકોર્ટનો સજા માફી રદ કરવાનો હુકમ આવ્યો હતો. પોલીસ સુત્રોએ તે વખતે જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ બાબતે પોલીસને કોઈ ડાયરેકશન આપ્યું નથી. પરંતુ પોલીસ અગાઉથી જ અમિત ખૂંટ આપઘાત કેસમાં શોધખોળ કરી રહી છે. જો કે આજ સુધી પોલીસને અનિરૂદ્ધસિંહ જાડેજાનું કોઈ ચોકકસ લોકેશન મળ્યું નથી.