સુપ્રીમ કોર્ટે નોટબંધી પર મોદી સરકાર અને RBIને નોટિસ પાઠવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 22:44:21

સુપ્રીમ કોર્ટે નોટબંધી પર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને નોટીસ પાઠવી છે. 5 ન્યાયમૂર્તિની બંધારણીય પીઠે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને 9 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. 9 સપ્ટેમ્બર સુધી  કેન્દ્ર બેંક અને કેન્દ્ર સરકારને જવાબ આપવાનો છે કે 1000 અને 500 રૂપિયાની નોટ કેમ બંધ કરી. સુપ્રીમ કોર્ટે એફિડેવિટ આપીને જવાબ આપવા માટે કેન્દ્રીય બેંક અને કેન્દ્રીય સરકારને સૂચના આપી છે. 


નોટબંધી સામેની અરજી તો 2016માં કરી દેવાઈ હતી  

આ અરજી તો 16 ડિસેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટમાં કરી દેવામાં આવી હતી. ત્યારે ન્યાયમૂર્તિઓની બંધારણીય પીઠ બની શકી ના હતી જેથી સુનાવણી નહોતી થઈ શકી. વિવેક શર્મા નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નોટબંધી સામે અરજી કરી હતી. ત્યાર બાદ 50થી વધુ અરજીઓ અલગ અલગ લોકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. અત્યાર સુધી માત્ર 3 અરજી પર સુનાવણી થઈ હતી પરંતુ હવે આ તમામ અરજી પર એક સાથે સુનાવણી થશે. તમામ સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીરની અધ્યક્ષતામાં થશે. 


હજારો કરોડોની જૂની નોટનો RBI પાસે હિસાબ નથી

કેન્દ્રની મોદી સરકારે એ અનુમાન સાથે 500 અને 1 હજાર રૂપિયાની નોટ બંધ કરી હતી કે 3-4 લાખ કરોડ રૂપિયાનું કાળુનાણું બહાર આવશે. પરંતુ 2016ની નોટબંધીમાં 1.3 લાખ કરોડનું કાળુનાણું બહાર આવી શક્યું હતું. તમને એ વાતની ખબર હોવી જોઈ એ કે 500 અને 1000ની નોટ બંધ કાળુ નાણું પાછું આવ્યું કે નહીં પરંતુ 9.21 લાખ કરોડ રૂપિયા ગાયબ જરૂર થઈ ગયા હતા. 



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.