મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટે બનાવી કમિટી, 3 મહિલા જજ કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-08-07 17:44:34

મણિપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટ એક્શનમાં આવી છે, સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસાની સ્વતંત્ર તપાસ માટે 3 પૂર્વ મહિલા જજની કમીટી બનાવવાની સુચનો આદેશ આપ્યો છે. આ કમીટી સીબીઆઈ અને પોલીસ તપાસની અલગથી કેસ પર નજર રાખશે. તે ઉપરાંત કોર્ટે કહ્યું કે હિંસાની તપાસ માટે કેસ સીબીઆઈને સુપ્રત કરવામાં આવ્યો છે. કાયદાના શાસનને સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા ડેપ્યુટી એસપી રેન્કના પાંચ અધિકારીઓ હશે, જેને વિવિધ રાજ્યોમાંથી સીબીઆઈમાં લાવવમાં આવશે.


3 મહિલા જજ કરશે તપાસ


મણિપુર હિંસા કેસ મામલે આજે મહત્વનો નિર્ણય લેતા સીબીઆઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ માટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સીબીઆઈના આ અધિકારીઓ સીબીઆઈના પાયાના વહીવટી માળખાની ચારે બાજુથી તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આઈપીએસ એધિકારી સીબીઆઈ તપાસનું નિરિક્ષણ કરે. ત્રણ જજની સમિતીની અધ્યક્ષતા ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ કરશે અને તેમાં ન્યાયમૂર્તિ શાલિની જોશી, ન્યાયમૂર્તિ આશા મેનનનો પણ સમાવેશ થાય છે.  


ઈન્દિરા જયસિંહે કરી ધારદાર દલીલ


આ મામલે ઈન્દિરા જયસિંહે કહ્યું કે- આપણે બે ભાગમાં કાર્યવાહીને વહેંચી લેવી જોઈએ. જે ગુના થયા છે તેના પર યોગ્ય તપાસ અને ભવિષ્યમાં આવું બીજી વાર ન થાય તે માટે સુરક્ષાના ઉપાય કરવામાં આવે. તપાસ માટે કોર્ટ રિટાયર્ડ જજની આગેવાનીમાં પંચ બનાવે કે પછી પોતાની નજર હેઠળ તપાસ કરાવે.તમામ સંભવિત સંશાધનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરે. સ્થાનિક લોકો, સક્ષમ નાગરિક સંગઠન, સામાજિક કાર્યકર્તા એટલે કે એક્ટિવિસ્ટ, પીડિત લોકોમાંથી કેટલાંકને તેમાં સામેલ કરવામાં આવી શકે છે. તપાસ માટે આ જરુરી છે. મણિપુર સરકાર દ્વારા એટોર્ની જનરલે કહ્યું કે- ગુનાની તપાસ માટે 6 જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સામેલ કરતા 6 SITનું ગઠન કરાયું છે. હિંસા, અશાંતિ અને નફરત દરમિયાન મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ માટે મહિલા પોલીસ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી રહી છે. અરજકર્તાઓના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે IPCની કલમ 166-એ અંતર્ગત પણ એક પણ FIR કરવામાં નથી આવી, જે કાર્યવાહી ન કરવા માટે અધિકારીઓને જવાબદાર ગણે છે.આ દરમિયાન ઈન્દિરા જયસિંહે કહ્યું કે- નિર્ભયા કાંડ દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહી. તેથી 2012માં સંશોધન દ્વારા IPCમાં 166-એ લાવ્યા. 166-એ મુજબ જે પોલીસ અધિકારી પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતા તેમણે સજાપાત્ર ગણવામાં આવે. અમે આ ધારાને લાગુ કરવાની માગ કરીએ છીએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે